વિધા સહાયક પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર
જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેર બદલીનો લાભ આપવામાં આવશે જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિ નિયુક્તિથી મૂકી શકાશે, પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઇ રાજય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ ઐતિહાસિક નિર્ણયો બદલ ભાવનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો વતિ રાજય સરકાર શિક્ષણ વિભાગ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય અધ્યક્ષ ભીખાભાઇ પટેલ મહામંત્રી રતુભાઈ ગોળ તેમજ સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી મહેશભાઈ મોરીનો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભાવનગર જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ આહિર મંત્રી રાજેન્દ્રસિંહ સોલંકી,સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ સહિત તમામ તાલુકા સંગઠન દ્વારા આભાર સહ આવકાર આપવામા આવ્યું હતુ તેવું જિલ્લા પ્રચાર મંત્રી જયેશભાઈ ભટ્ટ ની યાદીમાં જણાવાયું છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા ભાવનગર