(અમિત પટેલ.અંબાજી)
અંબાજી નજીક પહાડો વચ્ચે આવેલા પ્રાચીન રીંછડીયા મહાદેવ મંદિર પર થોડાં મહિના અગાઉ ધાડ પાડી ચોરી કરવામા આવી હતી અને ત્યા હાજર મહંત પર પણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે અંબાજી પોલીસ અને જીલ્લા પોલીસ ના માર્ગદર્શન મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ડોગસ્કોડ દ્વારા ઘટનાસ્થળે તપાસ કરી આરોપીઓ સૂધી પહોંચવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ અંબાજી પોલીસને મોટી સફળતા મળી હતી.
@@ પકડાયેલા આરોપીઓ @@
1.મીઠાભાઈ શંકરભાઈ અંગારી, નળાફળી
2. કેવલા ભાઈ અનદાભાઈ અંગારી, ભાંડવાફળી
3. હોનીયાભાઈ પુનાભાઈ અંગારી, કુકડાફળી
4. આમીરખાન મહંમદખાન પઠાણ, કોટેશ્વર
@@16/3/21 ના રોજ બનાવ બન્યો હતો@@
આ ચારે આરોપીઓ ને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં આરોપીઓ એ જણાવ્યું હતું કે અમે પહેલા મંદીર ની રેકી કરી હતી અને ત્યારબાદ લૂંટ કરી હતી અને મહારાજ પર હુમલો કરી મોબાઇલ લઈને લૂંટી ભાગી ગયા હતા.
@@અંબાજી પીઆઈ ની સુંદર કામગીરી @@
આરજે 38 એસડી 4038 મા ત્રણ બાઈક સવાર બેઠેલા હોઇ કડક પૂછપરછ કરવામાં આવતાં આખો ભેદ ખૂલ્યો હતો જેમાં અંબાજી પોલીસ સ્ટેશન ના પીઆઈ જે બી આચાર્ય અને તેમની ટીમ દ્વારા આ ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી