💫 ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
💫 આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ તથા અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન નાના ગોપનાથ જવાના રસ્તા પાસે આવતા પો.કો. અરવિંદભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, પ્લોટ નં.૩૮ની સામે,અશોકભાઇ ભરવાડની ખોલીની સામે ખુલ્લી-જાહેરમાં જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે જગ્યાએ રેઇડ કરતાં જુગાર રમતાં નીચે મુજબના નામવાળા ઇસમો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૦,૪૧૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.
1. બોડીયા બહેરા રામહરી બહેરા ઉ.વ.૨૦ રહે.પ્લોટ નંબર-૦૬ની સામે,અલંગ યાર્ડ તા.તળાજા મુળ-અલારગોડા થાના-ધરમપુર ગંજામ, ઓડીસા
2. ઋષીકેશનાયક સિધ્ધુનાયક ઉ.વ.૩૯ રહે. પ્લોટ નં.૩૮ની સામે ખોલીમાં, અલંગ તા.તળાજા જી.ભાવનગર મુળ-ખલીગીગામ થાના-પટટપુર ગંજામ,ઓડીસા
3. હંસાસાહુ ચોધરીસાહુ ઉ.વ.૫૫ રહે. પ્લોટ નં.૩૮ની સામે ખોલીમાં, અલંગ તા.તળાજા જી.ભાવનગર મુળ–એરંડા, તહસીલ- દીગાપોન્ડી ગંજામ,ઓડીસા
4. લક્ષમણ પ્લાય બાન્સા પ્લાય ઉ.વ.૩૯ રહે.પ્લોટ નં.૧૬ની સામે ખોલીમાં, અલંગ તા.તળાજા જી.ભાવનગર મુળ- ગબુડી થાના-રંભા ગંજામ ઓડીસા
5. કોગ્રેસપ્રધાન મોહનાપ્રધાન ઉ.વ.૫૬ રહે. પ્લોટ નં.૩૮ની સામે ખોલીમાં, અલંગ તા.તળાજા જી.ભાવનગર મુળ- પોડીયા થાના-કાર્ટુ ગંજામ ઓડીસા
💫 આ તમામ ઇસમો વિરૂધ્ધ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ. પ્રદિપસિંહ સરવૈયા, પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા, અલ્તાફભાઇ ગાહા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.