ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને વણ શોધાયેલ ચોરીઓના ગુન્હાઓ અંગે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી વધુ માં વધુ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપેલ હતી.
ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પો.સ્ટે. તથા અલંગ મરીન પો.સ્ટે. વિસ્તાર માં મિલકત સંબંધી અનડીટેકટ ગુન્હા અંગે શકદારોની તપાસમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન પો.કો. અરવિંદભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા તાલુકાના ભારાપરા ગામે રહેતા ત્રણ ઈસમો અલંગના ડેલામાંથી લોખંડના ભંગારની ચોરી કરી ચોરીનો મુદામાલ કોથળામા લઇને મોટર સાયકલ સાથે હાલમાં અલંગ ત્રાપજ રોડ ત્રાપજ માર્કેટ વડલી પાસે ઉભા છે. તેવી હકિકત આધારે તપાસ કરતા ત્રણ ઈસમો (૧) ભરતભાઇ સ/ઓફ રાજાભાઇ મકવાણા ઉ.વ. ૨૭ (૨) પંકજભાઇ સ/ઓફ મનુભાઇ મકવાણા ઉવ. ૨૪ (૩) વિશાલ ઉર્ફે વિશલો જેન્તીભાઇ મકવાણા ઉ.વ. ૨૨ રહે. ત્રણેય ભારાપરા તા.તળાજા જી.ભાવનગરવાળા ના કબ્જા ભોગવટા માંથી લોખંડનો ભંગાર વજન ૨૧૦ કિલો કિરુ.૪૨૦૦/- મળી આવતા આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ તેમજ તેઓની પાસે રહેલ મોટર સાયકલ એચ.એફ ડીલક્સ રજી.નં જી.જે.૦૪ ડી.એમ. ૯૨૨૦ નું મો.સા આ મુદામાલની હેરાફેરીમાં ઉપયોગ કરેલ હોવાનું જણાવતા C.R.P.C.કલમ ૧૦૨ મુજબ તથા મજકુર ત્રણેય ઇસમોને C.R.P.C.કલમ ૪૧(૧) (ડી) ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી સારુ અલંગ પો.સ્ટે સોંપી આપેલ.
મજકુર ત્રણેય ઈસમોની પુછપરછ કરતા આ લોખંડનો ભંગાર તેઓએ મણાર ગામે બાપા સીતારામની મઢી સામે આવેલ એમ.સ્ટીલ નામના પ્લોટ માંથી ચોરી કરેલાની કબૂલાત આપેલ. અને રેકર્ડ ઉપર ખાત્રી કરતા અલંગ પો.સ્ટે માં ચોરીનો ગૂન્હો દાખલ થયેલ હોવાનું જણાય આવેલ.
આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર H.C. એમ.પી. ગોહિલ PC. અરવિંદભાઇ ધરમશી ભાઇ બારૈયા તથા ડ્રા.હે.કો. સુરૂભા શીદુભા ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા