Breaking NewsLatest

“વન નેશન વન હેલ્થ” ના વિઝનને સાકાર કરવા રાજય સરકાર સજ્જ :75 બેડની આધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરતા આરોગ્યમંત્રી

અમદાવાદ: જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં “મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ” જનહિતાર્થે શુભારંભ કરાવતાં કહ્યું કે, ૭૫ બેડની હોસ્પિટલ વિરમગામ સહિતના આસપાસના તાલુકાના જરૂરિયાતમંદોને આરોગ્ય સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આશીર્વાદરૂપ બની રહેશે.

કોરોના કાળની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ૧૫ મહિનાના ટૂંકા ગાળામાં મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલનું નિર્માણ નાગરિકોના આરોગ્ય પ્રત્યે સરકારની જવાબ દોહિતાનું સૂચન કરે છે.
મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં નવીન RT-PCR ટેસ્ટિંગ લેબ, નવીન ડાયાલિસિસ સેન્ટર અને ઓક્સિજન જનરેશન પ્લાન્ટ નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તમામ સુવિધાઓ નાગરિકો લક્ષી સારવારને વધુ સઘન અને ગ્રામ્ય બનાવશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વન નેશન વન હેલ્થ” ના વિઝનને મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી એ ટેલીમેડિસિન સેવા થકી આરોગ્યલક્ષી સેવાઓમાં નવોદય થયું હોવાનું જણાવી જરૂરિયાતમંદ દર્દીઓને પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઘર બેઠા જ ઉપલબ્ધ થઇ રહી છે તેમ ઉમેર્યું હતુ.

કેન્દ્રીય આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપુરા એ આરોગ્ય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા નવીન 16 AIMS કાર્યરત કરવામાં આવનાર છે તેમ જણાવીને રાજકોટની એઇમ્સમાં તબક્કાવાર શરૂ થઇ રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
દેશભરમાં દોઢ લાખ હેલ્થ વેલનેસ સેન્ટર કાર્યરત કરીને એક જ છત નીચે આયુર્વેદિક, હોમિયોપેથી અને એલોપથીના ત્રિવેણી સંગમ સાથેની સારવાર જરૂરિયાત મંદોને પૂરી પાડવાની દિશામાં કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.
ડી-બાટ ના નિયમને દૂર કરીને કેન્દ્ર સરકારે મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરના સ્વપ્ન સેવતા અગણ્ય યુવાનો માટે નવી માર્ગ ચિંધ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં ઉપલબ્ધ થનારી વિવિધ સુવિધાઓ, સેવાઓ અને યોજનાકીય લાભો વિશે લોકોને માહિતગાર કર્યા હતા.

તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ થનારી ડાયાલિસિસની સેવા અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.
મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનારા હેલ્થ વર્કરનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગ્રીન કોરિડોર અને કેસ પુસ્તિકાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, હોસ્પિટલમાં સર્જિકલ, ગાયનેક, ઓર્થોપેડિક, આંખ આમ કુલ ચાર ઓપરેશન થીયેટર દર્દીઓની સેવામાં કાર્યરત કરવામાં આવ્યા છે.આ હોસ્પિટલમાં ટી.બી.ની સારવાર માટે ટી.બી. ડોટ સેન્ટર, HIV, STD કાઉન્સિલર સેન્ટર કાર્યરત કર્યા છે.

આ લોકાર્પણ પ્રસંગે કલેક્ટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, પ્રભારી અમદાવાદ જીલ્લા ભાજપ વર્ષાબેન દોશી, પ્રમુખ અમદાવાદ જીલ્લા ભાજપ હર્ષદગીરી ગોસાઈ, પુર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, નગરપાલીકા પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, અધિક નિયામક ડો એચ કે ભાવસાર, આઇકેડી ડાયરેક્ટર ડૉ.વિનીત મિશ્રા સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

28 મીએ મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,…

રાધનપુર મસાલી રોડ પર વોલ્ટેજ વધ ઘટ થી રહીશો પરેશાન…છ માસ અગાઉ લેખિત રજૂઆત કરવા છતા તંત્રના ઠાગા થૈયા.

એબીએનએસ, રાધનપુર :. રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ સોસાયટીમાં કેટલાય સમયથી…

1 of 673

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *