15મીએ સંઘ બહુચરાજી મંદિર પર ધ્વજાજી ચડાવશે
વલભીપુર ઠાકોર સમાજની 20 વર્ષથી ચાલતી વલભીપુર- શંખલપુર પગપાળા યાત્રાનું આજે સવારે પ્રસ્થાન થયું હતું. આ યાત્રામાં વલભીપુરના દરેક સમાજના લોકો જોડાયા હતા અને માતાજીના ભુવાને ફૂલહાર અને શાલ ઓઢાડીને ભુવાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ માતાજીના ગરબામાં ઉત્સાહભેર ભાગ લઈ બહોળી સંખ્યામાં ભાવિક ભકતો માતાજીની આરાધના કરતા કરતા પદયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા 10 તારીખે વહેલી સવારે શંખલપુર બહુચરાજી જવા માટે નીકળી હતી. ભાવિક ભક્તો રોજે 30થી 35 કિલોમીટર ચાલીને વિસામો કરે છે અને આ યાત્રા 15 તારીખે શંખલપુર પહોંચશે અને માતાજીની ધજા ચડાવીને દર્શનનો લાભ લેશે.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર