Breaking NewsLatest

વિરગતિ પામેલ ભંડારિયાના આર્મીમેનનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

રાષ્ટ્રીય સન્માન સાથે શક્તિસિંહ અમર રહોના નારા ગુંજયા : વતન ભંડારિયા ખાતે મોટી માનવ મેદનીની હાજરી વચ્ચે વીર જવાનને અપાઈ અંતિમ વિદાય

ભાવનગર,04 – ભાવનગર તાલુકાના ભંડારિયા ગામના સપૂત અને માઁ ભારતીના વીર જવાન શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ તા.૩૧ને શુક્રવારે વીરગતિ પામ્યા બાદ આજે મંગળવારે તેમનો પાર્થિવદેહ વતન પહોંચ્યો હતો, આ તકે રાષ્ટ્રપ્રેમના જબ્બર જુવાળ જોવા મળ્યો હતો. હજારો લોકોએ સ્વયંભુ ઉમટી પડી સજળ નયને વીર જવાનને શ્રદ્ધાંજલિ અર્પિ હતી. શક્તિસિંહ અમર રહો, ભારત માતાકી જયના નાદ સાથે સ્વર્ગસ્થની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી માનવ મેદનીના કારણે મોક્ષધામ પહોંચ્તા બે કલાક લાગ્યા હતા. એક વિરને છાજે તેવી રીતે પૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે વિદાય અપાઈ હતી.
ઉત્તરાંચલ ખાતે ફરજ પર રહેલા ભારતીય સૈન્યના જવાન અને ભંડારિયાના સપૂત શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને ગત.તા.૩૧ જુલાઈના હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યા હતા. તેમનું પોસ્ટીંગ હતું એ સ્થળે વાતાવરણ ખૂબ જ ખરાબ હોવાના કારણે આજે છેક પાંચ દિવસે તેમનો પાર્થિવદેહ વતન ભંડારિયા ગામે બપોરે ૧.૩૦ કલકે પહોંચ્યો હતો. ગઈકાલે સોમવારે દિલ્હીથી હવાઈ માર્ગે સદગત જવાનના પાર્થિવદેહને અમદાવાદ સુધી લવાયો હતો જ્યાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાએ પુષ્પાંજલિ અર્પિ હતી જ્યારે આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આજે સવારે અમદાવાદથી પાર્થિવદેહને મોટરમાર્ગે ભંડારિયા લવાયો હતો. રસ્તામાં ઠેર ઠેર રાષ્ટ્પ્રેમી લોકો દ્વારા સ્વ. શક્તિસિંહને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ કારણે વતન ભંડારિયા ખાતે પણ પાર્થિવદેહ પહોંચતા સમય ખાસ્સો લાગ્યો હતો તેમજ અહીં પણ ગામથી ૫ કિલોમીટર દૂરથી જ યુવાનો, આગેવાનોએ વીર જવાનના પાર્થિવદેહનું સ્વાગત કરી તિરંગા સાથે શોર્ય યાત્રા યોજી દેશભક્તિના પૂર્ણ માહોલ વચ્ચે વાહનોના કાફલામાં જોડાઈ ગયા હતા. ભંડારિયા ગ્રામના દરેક લોકોએ આ તકે એકતાના દર્શન કરાવ્યા હતા, ગામમાં દરેક જગ્યાએ વીર જવાનની વિરગતિને નમનને લગતા બેનર હોર્ડિંગ્સ લાગ્યા હતા. તો વેપાર ધંધા બંધ પાળવામાં આવ્યા હતા.
વીર જવાન શક્તિસિંહનો પાર્થિવદેહ ઘરે પહોંચ્યો ત્યારે ભારે ગમગીન દ્રશ્યો સર્જાયા હતા, ચાર બહેનોના એકના એક ભાઈ શક્તિસિંહને તેમની બહેનોએ આજે રક્ષાબંધનના બીજા દિવસે અશ્રુભીની આંખો સાથે રાખડી અર્પણ કરી ત્યારે સૌ કોઈની આંખો ભીની થઇ ગઇ હતી. તેમના માતા અને પત્ની સહિતના પરિવારજનોના હૈયાફાટ રુદને ગમગીની સર્જી હતી. સદગતની અંતિમયાત્રા રાષ્ટ્રીય માન સન્માન સાથે નીકળી હતી અને ગામના મુખ્ય માર્ગો પર થઇ મોક્ષધામ પહોંચી હતી જ્યાં આર્મીના નિવૃત જવાનો દ્વારા પ્રોટોકોલ મુજબ પુષ્પાંજલિ અપાઈ હતી અને હજારો લોકોની ભીની આંખો વચ્ચે શક્તિસિંહ અમર રહોના નારાઓ વચ્ચે પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વકતુબેન મકવાણા,બતળાજાના ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, ભાવનગરના મેયર શ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડીંગ ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયસિંહ, ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ, પૂર્વ પ્રમુખ – માજી ધારાસભ્ય પરબતસિંહ ગોહિલ, જી.પં. પૂર્વ પ્રમુખ સંજયસિંહ, મ્યુ. શિક્ષણ સમિતિ ચેરમેન નિલેષ રાવલ સહિત દરેક સમાજના રાજકીય, સામાજીક આગેવાનો, કાર્યકરો તેમજ અધિકારીઓશ્રીઓ , પ્રાંત અધિકારી વિગેરેની ઉપસ્થિતી રહી હતી. વરતેજ પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો.

રિપોટ બાય વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *