શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત રાજસ્થાન ની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. 17 માર્ચ ના રોજ હોળી પર્વ હોઇ અંબાજી મંદિર પાછળ આવેલા ગુજરાતી શાળાના મેદાનમાં હોળી પ્રગટાવવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.
અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ અને ઠાકોર સમાજ દ્વારા હોળી પર્વની પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવી હતી. અંબાજી ખાતે અગ્રવાલ સમાજ અને કેટલાક સમાજ દ્વારા ઠંડીહોળીની પૂજા કરવામાં આવે છે. અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલ સહિત વિવિધ અગ્રણીઓ હજાર રહ્યાં હતા. અંબાજી ખાતે લાકડા અને છાણની અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી