રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત
શહેરમાં સક્રિય થયેલી ટોળકીએ રાત્રિ કરફિયુના સમયમાં બેન્કના એટીએમ સેન્ટરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પાંડેસરા મેઇન રોડ પર બાટલી બોય કંપની સામે. ઓયપ્પા કોમ્પ્લે કોમલપેક્ષ આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ નું રાત્રે ૩.૨૧ કલાકે એસ.એન.જી લોકતોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ લોક તોડવામાં સફળતા નહિ મળતાં ૪.૩૦ કલાકે પાંડેસરા પિયુષ પોઈન્ટ ચાર રસ્તા સ્થિત એકસીસ બેંક ના એટીએમ ને નિશાન બનાવ્યું હતું. અહી એટીએમમાં પ્રવેશતાની સાથે સીસીટીવી કેમેરા તોડી મશીન ને નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ ચોરીને સફળતા મળી ન હતી ઘટના અંગે એટીએમ મેન્ટેનસ કોન્ટ્રાક્ટરએ પાંડેસરા પોલીસ માં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ માં તોડફોડથી દસ હજાર અને એક્સિસ બેન્કના એટીએમ તોડફોડથી બે હજાર રૂપિયાનું નુકસાન સાથે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણે આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ઘકેલિ દેવામાં આવ્યા હતા.
પાંડેસરા વિસ્તારની ઘટના..
શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ એટીએમ લૂંટવાનો કર્યો પ્રયાસ.
પાંડેસરા વિસ્તારમાં આઇસીઆઇ બેન્ક ના એટીએમ અને એક્સિસ બેન્કના એટીએમ તોડવાનો પ્રયાસ…
એટીએમ મશીને અને તોડફોડ કરી
એટીએમ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પાંડેસરા પોલીસને જાણ થતા ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીની ધરપકડ કરી…