Breaking NewsEntertainment

સંગીત કલાકાર સંગઠન દ્વારા સભાસદ સચીનભાઇ એમ જાદવ ના મૃત્યુ બાદ તેમના પરિવાર ને આર્થિક સહાય….

હમણાં થોડાક દિવસ પહેલાં તા.13-9-2020 ના રોજ એક દુખદ બનાવ બન્યો,
સંગીત કલાકાર સંગઠન ના સભાસદ સચીનભાઇ એમ જાદવ નું આકસ્મિક દુ:ખદ અવસાન થયું,
પ્રભુ સચીનભાઇ ના દિવંગત આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના…સાથે સાથે પરિવાર ને આઘાત સહન કરવાની શક્તિ આપે…

જે બનાવ બની ગયો છે એમાં આપણે બીજું કાંઇ કરી શકીએ તેમ નથી,પણ સચીનભાઇ સંગીત કલાકાર સંગઠન ના એક સભ્ય હતા અને આ સંસ્થા દ્વારા સભાસદ ના મૃત્યુ પછી તેમના પરિવાર ને શોક સંદેશ પાઠવી સભાસદ ના મૃત્યુ બાદ એના પરિવાર ને મળવા પાત્ર સહાય છે તે અંગે માહિતગાર કરી સંસ્થા દ્વરા આજે તા.29-9-2020 ના રોજ સદગત ના પરિવાર ને સંસ્થા દ્વારા રૂપિયા 44,000/00 ની સહાય નો ચેક અર્પણ કરાયો છે.
ચેક આપતી વખતે સંસ્થા ના પ્રમુખ શ્રી ચંદ્રવદન ડી ચોકસી (ચંદ્રેશ સોની) તથા હોદ્દેદારો અને પ્રતિનિધિઓ શ્રી વિરમ દેસાઇ,યોગેન પટેલ,કિર્તિ શ્રીમાળી તથા લોકપ્રિય ગાયક વિશાલ બારોટ (કવિરાજ), સંદિપ પંડ્યા,કનુ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સંગીત કલાકાર સંગઠન દ્વારા કલા જગત ના હિત માટે આવી સેવાકીય પ્રવૃતિઓ ને હજી વધું વેગ આપવા ગુજરાત ના તમામ કલાકારો અને સંગીત ક્ષેત્રમાં સંકળાયેલા તમામ વ્યક્તિઓ આ સંસ્થા માં જોડાય તેવી અપીલ પણ પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવી.
સંગીત કલાકાર સંગઠન માં ગુજરાત ના દરેક જીલ્લા માં થી કારોબારી સભ્ય ની નિમણૂંક કરવાની છે તો આ સેવાકાર્ય માં જે કલા પ્રેમી ભાઇ/બહેન સેવા આપવા ઉત્સુક હોય તેમને સંગઠન ના પ્રમુખ શ્રી અથવા હોદ્દેદારો નો સંપર્ક કરવો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *