લગ્ન માત્ર પરિવાર પૂરતા જ મર્યાદિત રાખી કોરોના સમયકાળમાં પ્રવિણ રામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
હાલ કોરોના કાળમાં વધારે લોકોનો મેળાવડો ના થાય અને સામાજિક પ્રસંગોમાં પણ વધારે લોકો એકત્રિત ના થાય એ માટે સરકારે લગ્નપ્રસંગોમાં માત્ર 100 લોકોને જ એકઠા થવાની જ પરવાનગી આપી છે ત્યારે આ નિયમોનું પાલન કરવાની પહેલી ફરજ રાજકીય આગેવાનો અને જાહેર જીવનના વ્યક્તિઓની છે
ત્યારે કોરોના સમયકાળ અને સરકારની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને સફળ આંદોલનકારી અને યુવાનેતા પ્રવીણભાઇ રામે પોતાના લગ્ન પરિવાર પૂરતા જ મર્યાદિત રાખી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, પ્રવીણભાઇ રામના લગ્નમાં જોષી પીઠ,હરિદ્વારના જગતગુરુ શંકરાચાર્ય ઇન્દુઆશ્રમ સ્વામી અને જયપુરના આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ પણ હાજરી આપવાના હતા પરંતુ કોરોનાની વધતી જતી વિકટ પરિસ્થતિને ધ્યાનમાં રાખીને આ આયોજન પણ સ્થગિત રાખવામાં આવ્યું હતું,આમ લગ્નમાં સંખ્યા મર્યાદિત રાખી કોરોના કાળમાં સમાજને એક મેસેજ આપવાનો પ્રયાશ પ્રવિણ રામ દ્વારા કરવામાં આવ્યો હતો.
પ્રવિણ રામ ગુજરાતના એક એવા આંદોલનકારી છે કે જેમને મોટા ભાગના આંદોલનોમાં સફળતાઓ હાથ લાગી છે,લોકોના સ્વાસ્થ્ય બાબતે,રોજગારી બાબતે, ફિક્સ કર્મચારી મુદ્દે, આશાવર્કર મુદ્દે,કંપનીના કામદારો મુદ્દે પ્રવીણભાઇ રામે ધારદાર લડત આપી ગુજરાતના દરેક સમાજના લાખો લોકોને ફાયદો કરાવ્યો છે ત્યારે જાહેર જીવનમાં વિશાળ પ્રતિભા ધરાવતા અને જન અધિકાર મંચમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવતા એવા યુવાનેતા પ્રવીણભાઇ રામે ઉર્વશી નામની કન્યા સાથે પ્રભુતામાં પગલાં પાડયાં ત્યારે સોશીયલ મીડિયામાં અનેક સામાજિક આગેવાનોએ અને શુભચિંતકોએ દાંપત્યજીવન સુખમય રહે એ માટે શુભકામનાઓ પાઠવી હતી, પ્રવીણભાઇ રામની સંપૂર્ણ લગ્નવિધિ પ્રખ્યાત કથાકાર ડો મહાદેવ પ્રસાદ અને અનિલભાઈ દ્વારા કરવામાં આવતા આ નવદંપતીને પ્રખ્યાત કથાકાર ડો મહાદેવ પ્રસાદ મહેતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા