૧) સફળ આંદોલનકારી પ્રવીણ રામને આપના યુવા પાંખના ગુજરાતના પ્રમુખ તરીકે આપવામાં આવી જવાબદારી, નીખીલભાઈ સવાણી ને મહામંત્રી તરીકે નિમણુક આપવામાં આવી
૨) યુવાનોમાં લોકપ્રિય એવા પ્રવીણ રામને આવી મહત્વની જવાબદારી અપાતા યુવાનોમાં ખુશીનો માહોલ
૩) યુવાનો સરકારથી નારાજ છે એવા સમયે યુવા નેતા પ્રવીણ રામને યુવા પાખના પ્રમુખ બનાવાતા “આપ” ને યુવા મતદારોનો મળી શકે છે મોટો ફાયદો
૪) અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે પાર્ટી દ્વારા પ્રવીણ રામને પ્રમુખ તરીકે તેમજ નીખીલભાઈ સવાણીને મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી
૪) સરકારે માત્ર યુવાનોનો મતદાન માટે જ ઉપયોગ કર્યો એવા આક્ષેપ સાથે પ્રવીણ રામે સરકાર સામે કર્યા આકરા પ્રહારો
૫) પ્રવીણ રામ ગુજરાતના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય ચહેરો
૬) પ્રવીણ રામે ફરજિયાત ફાર્માસિસ્ટ માટે આંદોલન કરી 4000 યુવાનોને રોજગારી અપાવી હતી
7) પ્રવીણ રામે સરકારની ફિક્સ સિસ્ટમ સામે આંદોલન કરી દોઢ લાખ જેટલા યુવાનોને પગાર વધારો કરાવ્યો હતો
૮) પ્રવીણ રામે અટકી પડેલી ભરતીઓ ,બેરોજગારી, ભરતી કોભાંડો જેવા અનેક મુદ્દાઓ ઉપર અસરકારક લડત આપી લાખો યુવાનોનો અવાજ બનવાનું કર્યું હતું કામ
૯) પાર્ટીએ યુવાનોમાં લોકપ્રિય એવા પ્રવીણ રામને આ જવાબદારી સોંપી મોકા ઉપર ચોકો માર્યો
૧૦) પ્રવીણભાઈ રામે આ મહત્વની જવાબદારી મળતા પાર્ટીનો આભાર માન્યો હતો અને નિષ્ઠાથી ગુજરાતના યુવાનોના હિત માટે કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો