કપિલ પટેલ દ્વારા અરવલ્લી
.સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામે જગતજનની વિહત માતાજી ના નવીન મંદિર માં વિહત માતાજી ના ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા નો ત્રણ દિવસીય કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો। જેમાં સંતો-મહંતો , ભુવાજીશ્રીઓ , સેવકગણ અને જનમેદની ઉપસ્થિત રહી માતાજી ના દર્શન ઉત્સવ અને હવન અને રાત્રે માતાજી ની રમેણ નો લાભ લીધો હતો.આ પ્રસંગે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર માજી મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ પ્રાંતિજ તાલુકાના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા હિંમતનગર તાલુકાના કોંગ્રેસ ના સીનીયર આગેવાન રણજિતસિંહ રાઠોડ સહિતના આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સમગ્ર કાર્યક્રમ ના આયોજક અને વિહતમાતાજીના ભૂવાજી મૂકેશભાઈ ભૂવાજી દેસાઇ અને નાગજીભાઇ ભુવાજી ની દેખરેખ હેઠળ વિહતમાતાના ભક્ત પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ અને તલોદ તાલુકાની વચ્ચે નદી કિનારે આવેલા આ નાનકડા બાદરજીના મુવાડા ગામે નાગજીભાઇ દેસાઈ પરિવાર માં વરસોથી ભક્તોના રખોપાં કરતી માતા વિહતે છેલ્લા કેટલાક વર્ષોથી ડંકો વગાડ્યો છે અહીં આવતા ભક્તોને દર રવિવારે ચા નાસ્તો અને પાકું ભોજન આપવામાં આવે છે ટૂકાજ સમયમાં માતાજી નું શિખરીબધ્ધ પથ્થર નુ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે અને ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ માં ગુજરાત રાજસ્થાન મહેસાણા બનાસકાંઠા સહિતના લાખો ભક્તો એ માતાજી ના આ ધાર્મિકોત્સવ નો અને પ્રસાદનો લ્હાવો લીધો હતો.. માતાજી ના આ કાર્યક્રમમાં ગજરાજ પર માતાજી ની શોભાયાત્રા એ ભારે રંગ જમાવ્યો હતો અબીલ ગુલાલની છોળો સાથે સુંદર રાસ ગરબા સહિતના આયોજનો મૂકેશ ભાઈ ભૂવાજી અને વિહત માં ભકતસમુદાય દ્વારા કરવામાં આવ્યા હતા…