કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરી, સભાખંડ, હિંમતનગર ખાતે યોજાઈ હતી.
આ સંકલન બેઠકમાં રાજયસભાના સંસદસભ્ય શ્રીમતી રમીલાબેન બારા દ્વારા વિજયનગર તાલુકામાં ગટર લાઈન, પીવાના પાણી અંગેની સમસ્યા, એસ.ટી ડેપો માટે જગ્યાની ફાળવણી, પ્રાથમિક શિક્ષણ અર્થે બાળકો માટે વર્ગખંડની વ્યવસ્થા ઉભી કરવા અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા જયારે ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ દ્વારા વિજયનગર તાલુકા પંચાયતના પટાંગણમાં પ્રતિમા સ્થાપિત કરવા, પુન વસવાટમાં ખાતેદારોને પ્રમાણપત્ર આપવા, વન અધિનિયમ અંતર્ગત હક્કદાવાઓની મંજૂરી તેમજ ફોરેસ્ટ લેન્ડ નજીક ગ્રામ્ય વિસ્તારને જોડાતા રસ્તાઓનું કામ સત્વરે પૂર્ણ કરવા અંગેના તેમજ લોકોની વિવિધ સમસ્યાઓ લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેનો કલેકટર શ્રી દ્વારા હકારાત્મ નિવારણ લાવવા અંગે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું.
આ ઉપરાંત બેઠકમાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અને તેના સુચારૂ અમલ અર્થે અધિકારીઓને સૂચન કરવા આવ્યું હતું.
આ સંકલન બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી નિરજ બડગુજર, નિવાસી કલેક્ટર શ્રી એચ.આર. મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ડામોર, પ્રયોજના વહીવટીદાર શ્રી નિનામા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજેશ પટેલ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.