કપિલ પટેલ દ્વારા અરવલ્લી
નાયબ વન સંરક્ષક સામાજીક વનિકરણ વિભાગ સાબરકાંઠા હિંમતનગર દ્વારાજાહેર જનતા જોગ અમલ કરવામાં આવે છે કે સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાઓમાં રહેતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માગતા હોય જેઓ યોજના માટે પાત્રતા ધરાવતા હોય તેઓએ તાલુકા સબંધિત રેંજ ફોરેસ્ટ ઓફિસ ખાતેથી યોજના વાઇઝ કોરા ફોર્મ મેળવીને આગામી ૧૫ મે ૨૦૨૨ સુધી જે તે કચેરીમાં ભરીને જમા કરાવવાના રહેશે.
સામાજીક વનીકરણ યોજના બિન આદિવાસી ધારકનું નામ વિકેન્દ્રીત પ્રજાકીય નર્સરી આયોજનમાં રોપા દીઠ સહાયનું ધોરણ રૂ.૨.૨૦ પૈસા, જ્યારે ફાર્મ ફોરેસ્ટ્રી વાવેતર માટે રૂ. ૪ સહાય જેમાં લાભાર્થી માલિકીની જમીન ધરાવતા કોઇ પણ જાતિના લાભાર્થી અરજી કરી શકે છે.
જ્યારે સામાજીક વનિકરણ યોજના આદિવાસી સહાયનું ધોરણ સરખું જ રહેશે.પરંતુ તેમાં માલિકીની જમીન ધરાવતા ફક્ત અનુસૂચિત જનજાતિ લાભાર્થે અરજી કરી શકશે.
ખાસ અંગભૂત યોજનામાં વિકેન્દ્રીત પ્રજાકીય નર્સરી માટે રૂ.૨.૨૦ પૈસા,સ્વસહાય જૂથ નર્સરી માટે રૂ. ૯.૦૦ આર.ડી.એફ.એલ, વાવેતર માટે રૂ. ૪.૦૦ સહાયનું ધોરણ રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા માલિકીની જમીન ધરાવતા ફક્ત અનુસૂચિત જનજાતિના લાભાર્થી અરજી કરી શકશે.
વન મહોત્સવ હેઠળ રોપા વિતરણ માટે ૧૦ X ૨૦ અને ૧૫ X ૨૫ માટે વિનામુલ્યે રહેશે. જ્યારે ૨૦ X ૩૦ માટે સહાયનું ધોરણ રૂ.૭.૫૦ રોપા દીઠ રહેશે.અને ૩૦ X ૪૦ ઘટક માટે રૂ. ૧૫.૦૦ રોપા દિઠ રહેશે.કોઇ પણ વ્યક્તિ/સંસ્થા પોતાના ઉપયોગ માટે જોઇએ તેટલા રોપા તેમના તાલુકામાં આવેલ સામાજીક વનીકરણ વિભાગની તમામ નર્સરીઓ ખાતેથી મેળવી શકશે. આવો આપણે સૌ સાથે મળી નંદન વનનું સપનું સાકાર કરવું છે. ગામડે ગામડે વૃદાવન કરવું છે. તેમ એસ.ડી.પટેલ નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવાયું છે.