રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
Bબાલાજી ટુર્સ ના સંચાલકે 80 થી 90 લોકો પાસે થી લાખો રૂપિયા પડાવી લઇ રફુચક્કર થઇ જતા લોકો દોડતા થઈ ગયા છે.બાલાજી ટુર ના સંચાલક ચારધામ યાત્રા ના નામે એક જણ પાસેથી 21,500 ના હિસાબે પૈસા લીધા હતા.જેમાં કોઈકે ચેક થી પૈસા આપ્યા હતા તો કોઈકે ગૂગલ પે થી કોઈકે રોકડામાં પેમેન્ટ કર્યું હતું.અને ત્યાર બાદ હવે ટુર સંચાલક ટુર ના આગલા દિવસે ગ્રુપ માંથી નીકળી જઈ ફોન બંધ કરી દીધો હતો.આ અંગે ભોગ બનનાર લોકો તેના ઘરે ગયા તો તેની પતની અને દીકરી એ વાત કરવાનો ઇનકાર કરી ચપ્પુ બતાવી ધમકી આપી હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે,અને આ લોકોને ભગાવી મુક્યા હતા.આ અંગે ભોગ બનનાર લોકોએ પોલીસમાં ફરિયાદ કરવા ગયા.ત્યારે પોલીસે પણ ફરિયાદ ન લેતા તેઓએ મીડિયા સમક્ષ રજુઆત કરીવી પટી હતી.અને ટુર સંચાલક ને પકડી તેઓના રૂપિયા મળે એવી માંગ કરી છે,ચાર ધામની યાત્રાએ જણારા ભક્તો હાલમાં ચાર અલગ અલગ પોલીસ સેટશનના ધક્કે ચડી ગયા છે.
બાલાજી ટુર્સ ના સંકાલકે કરી છેતરપિંડી..
ટૂર પર લઈ જવાના નામે કરી છેતરપિંડી…
80 થી 90 લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી થઈ ગયો રફુચક્કર..
એક વ્યક્તિદીઠ 21500 ના હિસાબે પૈસા લીધા હતા.
લોકોએ પૈસા બેંક ચેક, google pay, રોકડા થી પૈસા આપ્યા હતા…