💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
💫 ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપી ઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન તળાજા,રોયલ ચોકડીએ આવતા બાતમીરાહે હકિકત મળેલ કે,સુરત શહેરનાં સરથાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૬૩ કરોડની ઠગાઇનાં ગુન્હામાં નાસતો-ફરતો આરોપી મહેન્દ્રભાઇ ભરતભાઇ પંડયા રહે.૧૦૭,લક્ષ્મીકાંત વિભાગ-૦૨,કામરેજ ગામ રોડ, કામરેજ તા.કામરેજ જી.સુરત મુળ વતન-રોયલ તા.તળાજાવાળો હાલ પોતાના વતન રોયલ ગામે આવેલ છે.તેણે વ્હાઇટ કલરનું ટી-શર્ટ તથા સ્કાય બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.અને પોતાના ઘરની બહાર બેઠેલ છે.જે બાતમી આધારે રોયલ ગામે જઇ તપાસ કરતાં મહેન્દ્રભાઇ ભરતભાઇ પંડયા ઉ.વ.૩૬ રહે.૧૦૭,લક્ષ્મીકાંત વિભાગ-૦૨,કામરેજ ગામ રોડ, કામરેજ તા.કામરેજ જી.સુરત મુળ વતન-રોયલ તા.તળાજા જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ. જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ.
💫 આ આરોપીની પુછપરછ કરતાં તેણે જણાવેલ કે,’’ તે તથા તેનો નાનો ભાઇ ભાર્ગવ પ્રવિણભાઇ પંડયા DSGM INDIA PVT. LTD. નામની આયુર્વેદિક દવાઓ તથા હર્બલ પ્રોડકટ બનાવી વેચાણ કરતા હતા. તેવામાં કમિશન એજન્ટ દ્રારા પોન્જી સ્કીમ કરીને કંપનીના આઇ-ડીનો દુર ઉપયોગ કરી લોકો સાથે છેતરપીંડી કરવામાં આવેલ હતી.જેમા કંપનીના એજન્ટ દ્રારા ગત ફેબ્રુઆરી માસમાં તેઓ વિરૂધ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.ત્યારથી તે આ ગુન્હામાં ધરપકડના ડરથી આજદિન સુધી નાસતો ફરતો હતો.’’
💫 આમ,સુરત શહેરનાં સરથાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૬૩ કરોડની ઠગાઇ કરવાનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી., ભાવનગરને સફળતા મળેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજા, પી.આર.સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા એ રીતેના માણસો જોડાયા હતાં.