રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત
સુરત શહેરમાં અનેક દાતાઓ એવા છે જેને કોઈ પણ સમયે લોકોની મદદ માટે તૈયાર હોય છે સુરત શહેરમાં અનેક આફતો આવી જેમાં ગમે તેવી આફતોમાંથી સુરતના ધર્મ પ્રેમી અને દાનવીર લોકોએ મદદ કરી તેવી જ રીતે એક પરિવાર જે આર્થીક રીતે ખુબ પછાત હતું અને તેના દીકરાને ઓપરેશન માટે રૂપિયા ન હતા ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા તેમની વ્હારે આવ્યા હતા અને તમામ મદદ પૂરી પાડી હતી સુરતના સીમાડા સવજી કોરાટ બ્રીજ પાસે આવેલ ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રેહત રાજેશભાઈ ઠુમ્મરના દીકરા તીર્થને વર્ષો જૂની ખેંચની બીમારી હતી અને જેના ઈલાજ માટે રૂપિયા ન હતા જે બાબતે સોશિયલ મીડિયા મારફતે મદદ માટે બુહાર લગાવવામાં આવી હતી જેની નોંધ પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ લીધી હતી અને તેમની ટીમ સાથે દીકરાના ઘરે જઈને મુલાકાત લીધી હતી અને સમાજના માંધાતાઓ ને અપીલ કરી હતી જેમાં તમામ લોકોએ યથાશક્તિ પ્રમાણે મદદ કરીને દાન આપ્યું હતું જેમાં જોતજોતામાં ૩ લાખ ૯૪ હજાર જેટલી માતબર રકમ એકથી થઇ ગઈ હતી સાથે પ્રફુલભાઈ દ્વારા ઓપરેશન માટે જવા આવવા કેરળ રાજ્યમાં તમામ સગવડ ઉભી કરી આપી હતી અને દીકરો તીર્થ સારો અને સ્વસ્થ થઇ જતા પરિવારના આંખમાં આંસુ આવ્યા હતા અને પ્રફુલભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો
સુરતના એક દીકરાને ગંભીર બીમારી થતા મદદની પુકાર
પરિવારે સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી હતી
પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા આવ્યા મદદે
તીર્થ નામના બાળકને હતી ખેંચની બીમારી
ઓપરેશન માટે જરૂરી રૂપિયા ભેગા કરી પ્રફુલભાઈ બન્યા દેવદૂત