આશા સરવૈયા મૂળ ભાવનગર માં જન્મેલા અને નાનપણ થી ભણતર ની સાથે સાથે સંગીત કલા જગત માં રુચિ અને ધર્મ ભકિત અને ગુજરાતી સંગીત ગાવા નો ખુબ શોખ હતો અને ધીરે ધીરે માતા ગૌરી બેન પિતા જયસુખ ભાઈ અને વડીલો નો સાથ અને સહકાર થી ગુજરાત માં ઘણા બધા નામી અનામી કલાકારો જેમકે હિતેન કુમાર ,મમતા સોની ,નરેશ કનોડિયા, જીગલી ખજૂર જેવા કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામ કરવાનો અવસર પ્રાપ્ત કર્યો છે અને ૨૦૧૪ માં યુગાન્ડા આફ્રિકા માં લાઈવ પ્રોગ્રામ માટે ની ટુર કરેલ છે અને ૨૦૧૬ માં અમેરિકા માં જુદા જુદા શહેરો માં લાઈવ પ્રોગ્રામ કરેલ છે ૨૦૧૭ માં રવાંડા આફ્રિકા માં લાઈવ પ્રોગ્રામ કરેલ છે અને ટુર પણ કરેલ છે ૨૦૧૯ માં કમપાલા ,જીંજા આફ્રિકા માં લાઈવ પ્રોગ્રામ અને ટુર કરેલ છે અને હાલ આવા કપરા સમયમાં પણ તેવો વિદેશ મા લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા છે ૨૦૨૧ માં કેન્યા ,નૈરોબી , આફ્રિકા માં ટુર કરી રહ્યા છે અને તેવો વિદેશ માં ખુબ ખુબ સન્માન અને ગુજરાતી ઓ ની ખુબ લાગણી અનુભવે છે અને તેમનું કેવું છે તેમનું પરીવાર ભારત માં છે એટલે બાકી તેમને વિદેશ માં ખુબ મજા આવી રહી છે અને વિદેશ માં ગુજરાતી ઓ નો ખુબ પ્રેમ અને લાગણી સાથે સાથે ગુજરાત ની રહેણીકરણી ખુબજ યાદ અપાવે છે પણ મને વિદેશ માં ખુબ જ ગમે છે એવું મારું માનવું છે અને મારા આટલા બધા વિદેશ પ્રવાસ માં ખુબજ સારો અનુભવ થયો છે.
એક વાત છે હાલ માં ભારત અને ગુજરાત માં અને સમગ્ર વિશ્વમાં માં કોરોના મહામારી ચાલી રહી ત્યારે આશા સરવૈયા પંડ્યા પોતાના ગ્રુપ સાથે વિદેશ માં આફ્રિકા અને જુદા જુદા શહેરો માં લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા છે અને પોતે મનોરંજન કરવી રહ્યા છે અને માતાજી અને ઇષ્ટ દેવ ની કૃપા હોઈ તોજ આ શક્ય છે .
ગુજરાત અને પોતાના પરિવાર નું ગૌરવ વધાર્યું કહેવાય આવા કપરા સમયમાં પરીવાર તરફથી તેમને વિદેશ પ્રવાસ માટે જવાની પરવાનગી આપી છે
આશા સરવૈયા પંડ્યા નું કેવું છે પોતાના આ સંગીત કલા જગત ના સફર માં તેમના પતિ પિયુષ પંડ્યા નો ખુબ સાથ અને સહકાર છે અને પિયુષ પંડ્યા પોતે પણ ખુબજ સારા લોક ગાયક છે
આ તકે આશા સરવૈયા પંડ્યા તેમની વિદેશ પ્રવાસ ની સફર વિશે જી. એક્સ્પ્રેસ ન્યુઝ સાથે ના સ્પેશ્યલ ઇન્ટરવ્યૂ આપેલ છે આ ઇન્ટરવ્યૂ ત્યાર કરવા માટે જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેરમન હેમરાજ સિંહ વાળા અને જી એક્સ્પ્રેસ ન્યુઝ મેનેજીંગ ડાયરેકટર બિનલ બા હેમરાજ સિંહ વાળા અને જી એક્સ્પ્રેસ ન્યુઝ ના સ્પેશિયલ રિપોર્ટર અભિષેક ડી. પારેખ (એ.ડી.) એ ત્યાર કરેલ છે
ખુબ ખુબ પ્રગતિ કરો અને જલ્દી થી વિદેશ પ્રવાસ પૂર્ણ કરી ભારત અને ગુજરાત સૌરાષ્ટ ભાવનગર વતન પરત આવો .