કેવડિયા: કેવડીયામાં એસઆરપી પરેડ ગ્રાઉન્ડ ખાતે ૨૧ માર્ચથી શરૂ થયેલી ફૂટબોલ સ્પર્ધા ૨૬ માર્ચના રોજ પૂર્ણ થઈ હતી . સમગ્ર દેશમાંથી ૨૦ જેટલા રાજ્યોની મહિલા ફૂટબોલ ટીમ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત મહિલા ફૂટબોલ એસોશિએશન દ્વારા આયોજીત ૪૨ મી સિનીયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ ૨૦૨૦-૨૧ ટૂનામેન્ટને લોકસભાના પેનલ સ્પીકરશ્રી અને SC/ST સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી ડૉ. કિરીટભાઇ સોલંકી
અને ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજરશ્રી અશોક ધ્યાનચંદજીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આજ રોજ યોજાયેલી ફાઈનલ મેચમાં પંજાબ અને હરિયાણા વચ્ચે મુકાબલો થયો હતો જેમાં હરિયાણાની ટીમ કુલ ૯ ગોલથી પ્રથમ ક્રમે વિજેતા બની હતી.જેઓને કેવડિયા Dysp વાણીબેન દૂધાતના હસ્તે કપ આપવામાં આવ્યો હતો.દ્રિતીય ક્રમે પંજાબ અને તૃતીય ક્રમે દિલ્હીની ટીમ વિજેતા જાહેર કરવામાં આવી હતી. ગુજરાત મહિલા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી અરૂણકુમાર સાધુએ આ પ્રસંગે વિજેતાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે:” વુમન ફૂટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્રારા આગામી સમયમાં ભારત અને અમેરિકાનુ જે ઈન્ડો-અમેરિકન ફેડરેશન છે તેના માધ્યમથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલ સ્પર્ધાનુ એક આયોજન કરવામાં આવશે જેમાં અહીં આવેલ ટીમમાંથી જ શ્રેષ્ઠ દેખાવ કરનાર અંદાજે ૧૬ જેટલા મહિલા ખેલાડીઓને ત્યાં તક આપવામાં આવશે.જેનો મુખ્ય ધ્યેય છે કે ભારતની મહિલાઓ રમતગમત ક્ષેત્રે સક્રીય બને અને સમાજ,રાજય અને દેશનું નામ રોશન કરી શકે.”
આ પ્રસંગે કેવડિયા નાયબ કલેકટર શ્રી અંસારીભાઈ, પી આઈ શ્રી ચૌધરીભાઈ,ગુજરાત મહિલા ફૂટબોલ ફેડરેશનના મહામંત્રી શ્રીમતી ટીના ક્રિષ્નદાસ, WFFIના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી સાબીર અલી ખાન, નર્મદા જિલ્લા બીજેપી મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન ધામેલ અને બહોળિ સંખ્યામાં નાગરિકો, પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો સ્થાનિક જિલ્લા તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.