તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા)
પુ.મોરારિબાપુ દ્વારા હનુમંત મહોત્સવનું આયોજન છેલ્લાં 45 વર્ષથી ચિત્રકુટધામ તલગાજરડા ખાતે થઈ રહ્યું છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે આયોજનને સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે કોરોના ગાઈડલાઈન મુજબ વિવિધ ક્ષેત્ર,વિધાઓના મર્મૅજ્ઞોને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું. હનુમંત, નટરાજ, કૈલાસ લલિતકલા, અવિનાશ વ્યાસ, ભામતી,વાચસ્પતિ અને સદભાવના એવોર્ડ એક સાથે 40ની સંખ્યામાં અર્પણ કરવામાં આવ્યાં. આ એવોર્ડ સમારંભમાં ઉત્તર-દક્ષિણ ભારતના વિવિધ કલાકારો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જેમાં આ એવોર્ડ મેળવનારા હનુમંત એવોર્ડ શ્રી સાશ્વતીસેન(કથક), નટરાજ એવોર્ડ માં શ્રી રાકેશ બેદી(અભિનેતા)સુશ્રી દિપીકા ચિખલિયા (અભેનેત્રી) સીતા,મનોજ જોશી (અભિનેતા), કૈલાશ લલિત કલામાં અતુલ ડોડિયા (ચિત્ર) અવિનાશ વ્યાસમા વિભાગ દેસાઈ, એવોર્ડમાં ભામતી એવોર્ડમાં નીના ભાવનગરી, વાચસ્પતિ એવોર્ડમાં ગૌતમ પટેલ, અને સદભાવના એવોર્ડમાં યજ્ઞ પ્રકાશન (સંસ્થા)અને રમેશભાઇ સંધવી મુખ્ય મુખ્ય વ્યક્તિઓ હતાં.
પૂ.મોરારિબાપુએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે સારેગમપધનીસાને ધ્યાનમાં રાખીને તેમની વ્યાખ્યા કરીએ તો લગભગ તમામ મુદ્દાઓમાં હનુમાનજી નિપુણ જણાયાં છે.હનુમાનજી મહારાજ ધર્મરથ તો છે જ પણ સંગીતાચાયૅ,વ્યાકરાણાચાયૅ,કાવ્ય કલાના ભાવક અને નાટ્ય નિપુણ છે.જ્ઞાનના ગુણસાગર છે આપ સૌની આ જ્ઞાન ભાવવંદના કરવાનો રાજીપો છે.તેથી આવા મંગલ અવસરે આપણે વિધ વિધ વિધાઓને સન્માનીને આવો રુડો મહોત્સવ ઉજવીએ છીએ.
પુ.બાપુએ ઉમેર્યું કે કેટલાક પ્રદેશો, દક્ષિણ ભારતમાં અને બનારસ વગેરેના વિદ્વાનો હનુમાન જયંતી માટે એક બીજો મત પણ ધરાવે છે અને તેમાં તેઓ હનુમાનજીના પ્રાગટ્ય દિવસ આસો વદ ચૌદશને બતાવે છે. પરંતુ પવનતો સર્વ વ્યાપક, દ્યોતક છે તેથી બધાં દિવસને તેના પ્રાગટ્ય દિન તરીકે મનાવી શકીએ.
કાયૅક્રમ દરમ્યાન આવો સુંદર અવસર પ્રદાન થતાં ઘણાં કલાકારો ભાવુક થઈ ગયાં હતાં.
કાયૅ ક્રમનું સંચાલન હરીન્દ્ર જોશીએ કર્યું હતું.
પુ.મોરારીબાપુ અન્ય ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે એવોર્ડ રાશી અપાવતાં હોય છે.આજે વિશિષ્ટ દેશ- દેશાવરના મહેમાનો, યજમાનશ્રીઓના વરદ હસ્તે આ એવોર્ડ રાશિ અર્પણ થઈ.પંરતુ સભામાં ઉપસ્થિત એક વૃદ્ધ ગ્રામજનને બાપુએ જ્યારે મંચ પર બોલાવ્યાં ત્યારે તે દાદા ખુબ ભાવુક થઈ ગયાં હતાં.લેખન,પ્રસાર પ્રચાર સાથે જોડાયેલાં શ્રી જીતુભાઈ જોશીને જ્યારે બાપુએ મંચ પર બોલાવ્યાં ત્યારે વધું તાળીઓનો ગુંજારવ સંભળાયો હતો.