જામનગર: જામનગર સીટી એ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૦૨૧૮૬/૨૦ ગુન્હો ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટની કલમ-૩(૧), ૩(૨), ૩(૩), ૩(૪), ૩(૫), ૪ તથા ઇ.પી.કો કલમ-૧૨૦(બી),૩૮૪,૩૮૫,૩૮૬,૩૮૭,૫૦૬(૧),૫૦૬(૨),૫૦૭,૨૦૧ મુજબનો ગુનો તા.૧૫/૧૦/૨૦૨૦ના રોજ જાહેર થયેલ છે, જેની તપાસ ચલાવવામાં આવી રહેલ છે.
આ ગુન્હા હેઠળના પકડવાના બાકી આરોપીઓ (૧) જયસુખભાઈ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા(પટેલ) રહે. ૬૪ સરદારનગર, ધનેશ્વરી એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦૧૪ જામનગર હાલ રહે. વિદેશ (૨) રમેશભાઈ વલ્લભભાઈ અભંગી રહે. પ્લોટ નં ૮૨/૮૩, કેવલીયા વાડી-૧, અમ્યુઝમેન્ટ પાર્ક સામે , જામનગર (૩) સુનીલ ગોકલદાસ ચાંગાણી રહે. અમૃતબેંક કોલોની, ઓધવરામ એપાર્ટમેન્ટ પાસે, જામનગર વાળાઓ ફરાર થયેલ છે. આ આરોપીઓને હાજર થવા સી.આર.પી.સીની કલમ-૮૨ મુજબ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ, રાજકોટ ખાતેથી તા. ૧૨/૦૭/૨૦૨૧ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ જાહેરનામાના ૩૦ દિવસની અંદર ત્રણેય આરોપીઓને કોર્ટમાં હાજર થવા સ્પેશિયલ જજ, સ્પેશિયલ (જી.સી.ટી.ઓ.સી) કોર્ટ, રાજકોટ દ્વારા ફરમાન કરવામાં આવેલ છે.