Breaking NewsLatest

20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ જટિલ અને જોખમી ઓપરેશનને પાર પાડતા અમદાવાદ સિવિલના તબીબો

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલની મશીનરી અને તબીબોના સહિયારા પ્રયાસોથી નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને દૂર કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના ઝારોલ ગામનો ૧૪ વર્ષીય સતીષ છેલ્લા પાંચ મહિનાથી અસહ્ય પીડામાંથી પસાર થઇ રહ્યો હતો.. સ્કુલમાં ભણવા જાય કે ક્યાંક રમવા જાય ગમે ત્યારે ઓચિંતા નાક વાટે સતત રક્તસ્ત્રાવ વહેવા લાગે…આ તકલીફને લઇ સમગ્ર પરિવાર ચિંતામય હતો. ખેડા જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં તપાસ કરાવી પરંતુ નિદાન થઇ શક્યુ નહીં. ખેડાના તબીબોએ આણંદની સુવિખ્યાત ખાનગી હોસ્પિટલમાં મોકલ્યા પરંતુ ત્યાં વિવિધ રીપોર્ટ કરાવ્યા બાદ ઓપરેશન જટીલ અને જોખમી જણાતા તબીબોએ અમદાવાદ સિવિલનો સારવાર અર્થે માર્ગ ચિંધ્યો…
સતિષના પિતા ૯મી જુલાઇએ અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા.. અહીંના તબીબોએ પ્રાથમિક તપાસ કરતા નાકની અંદર લોહીનું ટ્યુમર બની ગયુ હોવાનું જણાઇ આવ્યુ.. ત્યારબાદ અન્ય રીપોર્ટ કરતા આ ટયુમર છેક મગજ સુધી પહોંચી ગયુ હોવાનું માલુમ પડ્યુ. જેથી ખરેખર આ બિમારીનું નિદાન કરવું જટિલ અને જોખમી બની રહ્યું હતુ.
સામાન્ય રીતે આ પ્રકારના ઓપરેશનમાં ચહેરા પર કાપ મૂકીને એટલે કે એક ભાગ કાપીને શસ્ત્રક્રિયા કરી આવા પ્રકારની જટિલ ગાંઠ કાઢવામાં આવતી હોય છે. પરંતુ આવા ઓપરેશન બાદ બાળકના ચહેરાને પૂર્વવત કરવું ઘણું મુશકેલ બની રહે છે. સિવિલ હોસ્પિટલની અત્યાધુનિક મશીનરી અને તબીબી નિષ્ણાંતોની કુશળતાના કારણે સતીષનું આવું જટીલ ઓપરેશન કોઇપણ વાઢ કાપ કર્યા વગર દૂરબીન દ્વારા જ સફળતાપૂર્વક કરી શકાયુ…
અમદાવાદ સિવિલના ઇ.એન.ટી. વિભાગના ડૉ. કલ્પેશ પટેલ કહે છે કે સતીષના નાક મારફત મગજ સુધી પહોંચેલી ગાંઠને મેડિકલ ભાષામાં એન્જીયોફાઇબ્રોમાં કહેવામાં આવે છે. આ પ્રકારના ટ્યુમરના કારણે વખત જતા રક્તસ્ત્રાવ સતત વધવા લાગે છે . જેનું સમયસર નિદાન કરવામાં ન આવે તો વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ સર્જાઇ શકે છે. તેની સાથે આંખ,મગજ અને ચહેરામાં પણ વિવિધ તકલીકો સર્જાતા વ્યક્તિનું મૃત્યુ નિપજવાની પણ શક્યતાઓ રહેલી છે.
આ પ્રકારના જટિલ અને જોખમી ઓપરેશનમાં જરાય ગફલત થઇ જાય તો જીવ જોખમમાં મુકાવવાની શક્યતાઓ રહેલી હોય છે. જે કારણોસર અમે પુરતી સતર્કતા સાથે સૌપ્રથમ બાળકની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટમાં એન્જીયોગ્રાફી કરાવી હતી. તેની સાથે વિવિધ રીપોર્ટ કરાવ્યા બાદ કંઇ નળીમાંથી લોહીનું વહન મહત્તમ થઇ રહ્યુ છે તે જાણવા મળ્યુ. જેને બ્લોક કરીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ. સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન વિભાગના ડૉ.જયમિન શાહ, એન્સ્થેસિયા વિભાગના ડૉ સ્મિતાબેન એન્જીનીયર અને અમારા ઇ.એન.ટી. વિભાગના ડૉ. દિપેશ, ડૉ. ચિન્મઇ, ડૉ. પૂર્ણિમા સહિતની ટીમના સહિયારા પ્રયાસોથી અત્યાધુનિક મશીનરો દ્વારા કોઇપણ જાતના ચહેરા ઉપર વાઢ કાપ વિના નાકના છીદ્રોમાંથી દૂરબીન દ્વારા સફળતાપૂર્વક આપરેશન કરી શકાયુ…ઓપરેશન કર્યા બાદ ૮x૮ સે.મી.ની ગાંઠ બહાર આવી હતી. જેનાથી આ ઓપરેશનની જટીલતા સમજી શકાય તેવું ડૉ. પટેલ ઉમેરે છે.
ડૉ. પટેલ કહે છે કે મારા ૨૦ વર્ષના તબીબી કાર્યકાળમાં બાળકમાં આ પ્રકારનું જટીલ ઓપરેશન પ્રથમ વખત કર્યુ છે. સામાન્ય રીતે નાકમાં ટયુમર હોય તેવા ઘણાં ઓપરેશન અમે કરતા હોઇએ છીએ પરંતુ નાક વાટે મગજ સુધી પહોંચેલા ટ્યુમરનું નિદાન ભારે જહેમત બાદ શક્ય બન્યુ છે. સતત ચાર કલાક ચાલેલા ઓપરેશન બાદ સફળતાપૂર્વક ટ્યુમર દૂર કરવામાં આવ્યું હતુ. જેથી સતિષે દર્દ સામે ફતેહ હાંસલ કરી છે. હવે તે સાજો થઇને સ્વગૃહે પરત ફરશે. આ પીડામાંથી મુક્તિ મેળવ્યા બાદ તે સહર્ષ પોતાનું જીવન સામાન્ય રીતે જીવી શકશે.
સતિષના પરિવારજનો કહે છે કે ખેડા અને આણંદની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા ઓપરેશન જટિલ હોવાને કારણે ત્યાં સારવાર શક્ય બની ન હતી. ખાનગી હોસ્પિટલમાં પણ આ પ્રકારનું જટિલ ઓપરેશન શક્ય બનતા નથી અને જો કરવામાં આવે તો તે ખૂબ જ ખર્ચાળ બનતા હોય છે. જે અમારા જેવા ગરીબ પરીવાર માટે અશક્ય હતું. જે કારણોસર ત્યાંના તબીબોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે માર્ગ ચિંધ્યો હતો. અમદાવાદ સિવિલમાં કોઇપણ જાતના ખર્ચા વિના મારા સતિષને ગંભીર પીડામાથી સંપૂર્ણપણે મુક્તિ મળી છે. જે બદલ અમે સિવિલ હોસ્પિટલ, દેવદૂત સમા તબીબો અને રાજ્ય સરકારના હરહંમેશ ઋણી રહીશું.

રિપોર્ટ બાય સંજીવ રાજપૂત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *