ગઢડા તાલુકાના હરીપર ગામમાં વાડી વિસ્તારમાં તારીખ ૧૪ ના સાંજના સમયે ૩ વર્ષની બાળકી રમતા રમતા પગ લપસતા પાણી ની કુંડીમાં પડી ગઇ હતી ૧૦ મિનિટ પછી બાળકીની પિતા ધ્યાન થતાં તેવો કુંડી માંથી બાળકીને કાઢીને ઝડપથી ગઢડા સરકારી દવાખાને લઈ આવ્યા, પણ વધારે પડતું પાણી ફેફસામાં જતાં વધારે સારવાર માટે ૧૦૮ નો સંપર્ક કરી હાયર સેન્ટરમાં રિફર કરિયુ હતુ
૧૦૮ ની ટીમ ઝડપથી બાળકી ઓક્સીજન આપીને લઈ બોટાદ જવા નીકળી ગયા હતા ત્યાં રસ્તા માં બાળકીની તબિયત વધારે નાજુક થઈ હતી તેનો શ્વાસો સ્વાસ ને હદય બંધ પડી જતા ૧૦૮ ના EMT મયુર ડોડીયાએ છાતી પર દબાણ અને કુત્રિમ શ્વાસો શ્વાસ AMBU BAG થી આપવાનું ચાલુ કર્યું હતું અને SUCTIONING પણ ચાલુ રાખ્યુ હતુ થોડા સમયમાં જ બાળકીનું હદય સારી રીતે ધબકવા લાગ્યું હતુ બાળકીને નવજીવન મળ્યું હતુ તેણીને સતત OXYGEN અને SUCTION અને જરૂરી પ્રી હોસ્પિટલ કેર આપતા આપતા બોટાદમાં પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ હતુ બાળકીના માતા પિતા એ ૧૦૮ ના સ્ટાફ EMT મયુર ડોડીયા અને પાઈલોટ પ્રવીણભાઈ ગોહિલનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટ નિલેષ ઢીલા