પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ વિદ્યાલય ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રેયશભાઈ પટેલ ના ઉમદા સહયોગ અને માર્ગદર્શન હેઠળ તેમજ પેટ્રિઅટ ક્લબ ઓફ ઈન્ડિયા ના સંસ્થાપક ડો કમલેશ શાહ, પ્રો ડો આનંદ પટેલ અને શાળાના આચાર્ય કમલભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ડો પ્રેક્ષા છાજેડ અને તેમની તાલીમ પામેલી ટીમ નિવારક આરોગ્ય યોદ્ધાઓ (પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા નાં છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓ) દ્વારા શાળાની પ્રથમ ફળદાયી મુલાકાત લેવામાં આવી.
શાળાના ધોરણ 8 ના 100+ વિદ્યાર્થીઓને તેમની સક્રિય ભાગીદારી સાથે રોગ નિવારણ અને તંદુરસ્તી જાળવણી અંગે નાં વ્યક્તિગત સ્વચ્છતા, ખામીયુક્ત ખાનપાન ની ટેવો અને અન્ય બિન-ઔષધીય પગલાં ઉપર માહિતીપ્રદ પોસ્ટરો, મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન, રમુજી ઉખાણાં, સ્કીટ્સ, મનોવૈજ્ઞાનિક રમતો, જૂથ ચર્ચાઓ અને સવાલ-જવાબ સત્રો ની મદદ થી 4 કલાકનું શિક્ષણ અને તાલીમ આપવામાં આવી.