ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર તાલુકાના માલણકા ગામે આવી પહોંચી હતી.જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આ દરમ્યાન ‘મેરી કહાની,મેરી જુબાની’ હેઠળ આયુષ્માન કાર્ડના લાભાર્થી શ્રી સંજયભાઈ બારૈયાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
ભાવનગર તાલુકાના માલણકા ગામે શ્રીમતી કાંતાબેન સંજયભાઈ બારૈયા સગર્ભા હોવાથી તેઓ સબ સેન્ટર પર તપાસ માટે ગયા જ્યાં સુપરવાઇઝર શોભનાબેન રાઠોડ અને જીવણભાઈ મકવાણા દ્વારા માર્ગદર્શન મળતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂભલી ખાતે તપાસ કરાવવા જતા ડોક્ટર કશ્યપભાઈ દવે,ડોક્ટર મુર્ગાબેન બધેકા દ્વારા તેમને સોનોગ્રાફી કરવાનું જણાવ્યું હતું. સોનોગ્રાફી દ્વારા જાણવા મળેયું હતું કે ગર્ભમાં જોડિયા બાળકો છે.
પ્રસૂતિ સમયની પરિસ્થિતિ ધ્યાને રાખી સ્થાનિક કર્મચારી પ્રજ્ઞાબેન ચૌહાણ અને કલ્પેશભાઈ પંડ્યા દ્વારા ભૂભલી લઈ જઈ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પીએમજેવાય કાર્ડ કઢાવી અપાયું હતું.આ જેથી 9 માસ પૂર્ણ થતા તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં સિઝેરિયન કરવાની જરૂરિયાત ઊભી થયેલ અને સિઝેરિયન પછી બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો.આ સિઝેરીયનની કામગીરી કાર્ડમાં નિ:શુલ્ક થયેલ તેમજ બાળકોને દાખલ કરવા માટે જે ખર્ચ થયો એ પણ બાળસખા યોજનામાં નિ:શુલ્ક થતાં મધ્યમ વર્ગીય પરિવાર મોટા ખર્ચમાંથી બચી ગયેલ આ સેવા મળતા આરોગ્ય પરિવાર અને સરકારશ્રીની યોજના બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.