bhavnagarBreaking NewsGujarat

ભાવનગર બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઈન નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા

આજ રોજ ભાવનગર બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નાં બેનર હેઠળ રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે.આ કેમ્પેઇન હેઠળ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીનાં હસ્તે કેમ્પેઈનનો લોગો,જિંગલ અને QR કોડ પેસેન્જર ફીડબેક સીસ્ટમ લોન્ચ કરવામાં આવેલ છે.ભાવનગર બસ સ્ટેશન ખાતે પણ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઈન ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા,શ્રી રાજીવભાઈ પંડયા,વિભાગીય નિયામક ભાવનગર શ્રી એસ.પી.માત્રોજા,સીની.ડેપો મેનજર શ્રી કે.જે.મહેતા,નિગમનાં માન્ય.યુનિયનનાં આગેવાનશ્રીઓ,ડેપોના કર્મચારીઓ અને મુસાફરોની હાજરીમાં લોન્ચ કરવામાં આવેલ હતી.

આ તકે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ડેપોના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ સાથે મળી સ્વચ્છતા માટે બસ સ્ટેશન ખાતે શ્રમદાન કરેલ હતું.ધારાસભ્યશ્રીએ બસ સ્ટેશન,બસની રૂબરૂ મુલાકાત લઇ સફાઈ કામગીરી રીવ્યુ કરેલ તેમજ મુસાફર જનતાને બસો અને બસ સ્ટેશનમાં કચરો નહિ કરી તેમજ કચરો ડસ્ટબિનમાં જ નાખી આ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નાં કેમ્પેઈનમાં સહભાગી થવા જણાવ્યું હતું.આ ઉપરાંત બસ સ્ટોપ બીમને પેઈન્ટ કરીને પણ શ્રમદાન કરેલ હતું.કેમ્પેઈન લોન્ચિંગનાં ભાગ રૂપે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા વિષે જાગૃત કરતાં સેલ્ફી પોઈન્ટ, મેસ્કોટ તેમજ હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવેલ હતા.

આ કેમ્પેઈનનાં ભાગ રૂપે નિગમ દ્વારા આવનાર ચાર અઠવાડિયાઓમાં બસો અને બસ સ્ટેશનોની NGO તેમજ શાળા કોલેજોનાં સહયોગથી સ્વચ્છતાની કામગીરી,સ્વચ્છતા અનુરૂપ રમતોની કામગીરી, સ્વચ્છતા થીમનાં શેરી નાટકોથી જન જાગૃતિની કામગીરી,સ્વચ્છતાને લગતી વોલ પેન્ટિંગની કામગીરી, વૃક્ષા રોપણની કામગીરી, સ્વચ્છતા દોડ તેમજ રક્તદાન શિબિર જેવા પ્રોગ્રામો થકી શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઈન કરવામાં આવનાર છે.

નિગમ દ્વારા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નું અવિરત ચાલનાર આ કેમ્પેઈનમાં સૌ મુસાફરોએ ભાગીદાર બનવા અને બસો તેમજ બસ સ્ટેશનોમાં સ્વચ્છતા જાળવવા નિગમ દ્વારા સૌને નમ્ર અપીલ કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખોને સુરાપુરા ધામના ભુવાજી દાનભા બાપુ એ ત્રણે પ્રમુખોને આશિવૉદ આપ્યા

ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ વલભીપુર શહેર પ્રમુખ નામદેવ સિંહ પરમાર…

દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા માં શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ યાત્રામાં જૈનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું

જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ…

1 of 366

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *