bhavnagarBreaking NewsGujarat

ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રીશ્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠકમાં રૂ. ૧૪૦૦ લાખના કુલ ૩૯૫ કામોની પ્રભારી મંત્રીશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી.

પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓને આયોજન મંડળમાં મંજુર કરવામાં આવેલા ગ્રામ્ય અને શહેરી સુવિધાઓને લગતા લોકસુખાકારીના કામોને અગ્રિમતા આપવા,ગુણવત્તાયુક્ત અને પારદર્શક રીતે કાર્ય થાય તેમજ એક વર્ષની સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાનો અનુરોધ કર્યો હતો.પ્રજાલક્ષી કામોને પ્રજાની સુખકારીનો વિચાર કરીને પ્રાથમીકતા આપવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ૧૫% વિવેકાધિન તાલુકા કક્ષા જોગવાઈમાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ થયેલી જોગવાઈ સામે ગ્રામ્ય કક્ષાએ પેવર બ્લોક,સી.સી.રોડનાં કામો,કોઝ-વેનાં કામો,નાળાંના કામો,ગટરના કામો,પીવાના પાણીની લાઈન અને બોર-મોટરના કામો,પુર સંરક્ષણ દિવાલ, સ્મશાનમાં ખૂટતી સુવિધાના કામો વધારાના આયોજન સહીતના કામો પ્રભારીમંત્રીશ્રી દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૨૪-૨૫ ૧૫ % વિવેકાધીન જિલ્લા કક્ષાની જોગવાઈ સામે રૂ.૮૭.૫૦ લાખના ખર્ચથી કુલ ૭ આંગણવાડીના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.વર્ષ ૨૦૨૩-૨૪ ની જિલ્લા વહીવટી તંત્રની ( કલેકટરશ્રી ૫૦ લાખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ૫૦ લાખ ) ગ્રાન્ટમાંથી કુલ ૮ આંગણવાડીના કામો રૂ.૧૦૦ લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી.આમ,જિલ્લામાં નવી ૧૫ આંગણવાડીઓના કામો હાથ ધરવા બદલ પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

આ બેઠકમાં પ્રભારીમંત્રીશ્રી દ્વારા ૧૫% વિવેકાધિન જિલ્લા કક્ષા જોગવાઈમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા રજુ થયેલ દરખાસ્તો,૨૦૨૪-૨૫ મુજબ ખાસ પ્લાન યોજનાની નવી દરખાસ્તો,વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, આપડો તાલુકો વાયબ્રન્ટ તાલુકો,સંસદસભ્ય ફંડ (લોકસભા અને રાજ્યસભા)ના કામોની સમીક્ષા કરીને મંજુરી આપવામાં આવી હતી.

બેઠકમાં કલેક્ટરશ્રી આર.કે.મહેતા એ તમામ અધિકારીશ્રીઓને જિલ્લાની લોકપયોગી કામગીરી અને વિકાસલક્ષી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

જિલ્લા આયોજન અધિકારીશ્રી કે.વી.પટેલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પુરી પાડી હતી.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ,શ્રી ભીખાભાઈ બારૈયા તેમજ શ્રીમતી સેજલબેન પંડયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મિયાણી,મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.કે.સોલંકી,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.ગોવાણી,તાલુકા પંચાયતો અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-  દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરીશું તો…

ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’ ગુજરાતમાં કચ્છ થી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,…

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *