bhavnagarBreaking NewsEducationGujarat

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી – શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત શૈક્ષણિક અને સંશોધનના ઉદેશોથી તા.૧૫-૩-૨૦૨૫ના રોજ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર ( National Archives of India )ની મુલાકાત લીધી હતી.

આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતના ઐતિહાસિક દસ્તાવેજોનું સંરક્ષણ કરવું અને સંશોધન માટે દસ્તાવેજો ઉપયોગી થાય એવો છે. ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે આ વિભાગનું ઘણું મહત્ત્વ છે.આ વિભાગે દેશના રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, દસ્તાવેજોનો સંગ્રહ કરી, સાચવીને રાખ્યાં છે. No Documents No History સૂત્રને સાર્થક કરવા, પ્રમાણભૂત અને સાચી માહિતી માટે આ વિભાગનું ઘણું મહત્ત્વ છે.

આ સંસ્થા એ જૂનાં દસ્તાવેજો , જૂનાં પત્રો ,જૂની ડાયરીઓ ,સરકારી આદેશો , અલભ્ય હસ્તપ્રતો તથા ગ્રંથો , મધ્યકાલીન સમય, બ્રિટિશ સમય, મરાઠા શાસન,શીખ શાસકો,દેશી રજવાડાઓ તેમજ વિવિધ જ્ઞાતિઓ, ધર્મ, સંપ્રદાયના દસ્તાવેજોને ખૂબ જતનથી સાચવીને રાખ્યા છે.ભાવિ પેઢીને પણ ઉપયોગી થાય એવી રીતે દસ્તાવેજોનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજો જુદી જુદી શ્રેણીમાં વિભાજિત છે, તેનું વર્ગીકરણ કરી તેને અનુક્રમણિકા પ્રમાણે ગોઠવણી કરવામાં આવી છે. સંશોધન માટે તથા ખૂબ ગોપનીય દસ્તાવેજોના ઉપયોગ માટે મંજૂરી અનિવાર્ય છે.

આ અભિલેખાગાર વિદ્યાર્થીઓ ને અને શિક્ષકો ને શૈક્ષણિક અને સંશોધન માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતનો વિશાળ જ્ઞાનભંડાર આ રાષ્ટ્રીય અભિલેખાગારમા સચવાયેલો છે. જ્ઞાનના અભ્યાસ અને તેના પ્રસારની વિવિધ પ્રવૃતિઓ અને કાયૅક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગના ૨૦ વિદ્યાર્થીઓ જેમાં ૧૨ બહેનો તથા ૮ ભાઈઓ સાથે ઈતિહાસ વિભાગના અધ્યક્ષશ્રી ડો.લક્ષમણ વાઢેર, અને અધ્યાપકો ડો.પવનકુમાર જાંબુચા,ડો.વિજય કંટારિયા અને ડો.દીવ્યજિતસિહ ગોહિલ જોડાયા હતા. કોલેજના આચાર્ય શ્રી ડો.એમ.બી.ગાયજને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી…

1 of 373

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *