કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાના માલણકા ગામથી ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયાના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરતાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ થકી વિકાસ લોકો સુધી સુપેરે પહોંચ્યો છે.દેશના તમામ નાગરિકો સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે માન.વડાપ્રધાનશ્રીનો સંદેશ,સંકલ્પ વિડિયો,વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત,વિદ્યાર્થીઓ આ પ્રસંગે સ્વચ્છતા ગીત રજૂ કર્યું હતું.યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આ પ્રસંગે વ્યક્ત કર્યા હતા.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા,નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ,પ્રાંત અધિકારી શ્રી હિતેષ જણકાટ,તાલુકા વિકાસ અધિકારીશ્રી પી. કે.રાવત સહિતના અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.