bhavnagarBreaking NewsGujarat

લાખો રૂપિયાના હીરા ના પેકેટ આશરે ૧૦૦ કેરેટ જેટલા હિરાના પેકેટ નંગ-૩૬ તેના મુળ માલિકને ગણતરીના કલાકોમાં પરત અપાવતી ભાવનગર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર પોલીસ દ્વારા ખુબ જ કરવામાં આવેલ ઉમદા અને સરાહનીય કામગીરી બદલ આવી જ રીતે પ્રજાલક્ષી સારી કામગીરી અને પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને સાર્થક કરતાં રહો તેવી કામગીરી કરનાર તમામને શુભકામનાઓ પાઠવી છે.

આ અંગે હકિકત એવી છે.કે,ગઇ કાલ તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ સાંજના સમયે ગુણવંતભાઇ માનસંગભાઇ પરમાર રહે.શેરી નં.૧૧,લાખાજીનગર,ભાવનગરવાળા મંત્રેશ કોમ્પલેકસથી એરપોર્ટ તરફ જવાના રસ્તેથી પસાર થતાં હતાં.તે દરમિયાન તેઓ પાસે રહેલ આશરે ૧૦૦ કેરેટ જેટલા હિરાના પેકેટ નંગ-૩૬ કિ.રૂ.૩,૨૫,૦૦૦/-ના ભરેલ પાકિટ પડી ગયેલ છે.જે અંગે ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસોએ તથા ભાવનગર પોલીસની ત્રીજી આંખ તરીકે કામ કરતી નેત્રમ્ કંટ્રોલ રૂમ ટીમે સતત પ્રયત્નો કરીને ગણતરીના કલાકોમાં જ ઉપરોકત હિરાના પેકેટ ભરેલ પાકીટ તેના મુળ માલિક ગુણવંતભાઇ પરમારને પરત સોંપી આપેલ છે.

આ કામગીરી કરવા માટે પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં મીનાજભાઇ ગોરી,પાર્થભાઇ ધોળકિયા,વિશ્વજીતસિંહ ઝાલા તથા નેત્રમ્ કમાન્ડ એન્ડ કંટ્રોલ  રૂમ ટીમ જોડાયેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં…

1 of 369

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *