દિકરીઓ નો મુદ્દો આવે છે ત્યારે જરૂર ગંભીર બની જાઉં છું ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે એક પ્રાઈવેટ સંસ્થા પણ દિકરીઓ ને સંપૂર્ણ ફી માફી સાથે ઉત્તમ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા પુરી પાડે છે ત્યારે આ સંસ્થાના સંચાલકો ને નતમસ્તક વંદન કરું છું…
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ફૂલસર ગામ સ્થિત બાલમંદિર થી લઈ ધોરણ 1 થી 12 સુધીના શિક્ષણકાર્ય કરી રહેલી વ્રજભૂમિ વિધાલય સાચા અર્થમાં એક ઉમદા કાર્ય કરી રહી છે. અહીં અભ્યાસ કરતી કોઈપણ દિકરીઓ ની ફી લેવામાં આવતી નથી તેમજ કોઈપણ જ્ઞાતિ-જાતિનો ભેદભાવ વગર દિકરીઓ ના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યો થાય છે ત્યારે આ સંસ્થાના સંચાલકો ગીગાભાઈ ભમ્મર અને ગીગાભાઈ કામળિયા ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણકે વર્તમાન સમયમાં ફી વગર સેલ્ફ ફાઈનાન્સ સંસ્થા ચલાવવી ખૂબ મુશ્કેલ હોય છે ત્યારે મને જાણવા મળ્યું કે છોકરાઓ ની ફી પર આત્મનિર્ભર રહી અને યોગ્ય મેનેજમેન્ટ થઈ રહ્યું છે.
એકબાજુ સમાચારો માં જોવા મળે છે કે તોતિંગ ફી વધારા સામે વાલીઓ અવારનવાર રજૂઆતો કરતાં હોય છે અને ખુબ શરમજનક ઘટનાઓ બનતી હોય છે જ્યારે આ સંસ્થા વિશે માહિતી મળી ત્યારે છાતી ગજગજ ફૂલી ગઈ કે આવા હરીફાઈ યુગમાં પણ એક મીઠી વીરડી છે અને કદાચ આવી સંસ્થાઓ ના કારણે જ આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે..
આ સંસ્થાના શિક્ષણ સાથે સંસ્કાર અને વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યો થાય છે તેની તસવીરો પણ આ સાથે મૂકી છે ત્યારે આ પોસ્ટ ને પણ અગાઉ ની જેમ આશીર્વાદ આપી શેર કરવા વિનંતી કરું છું કારણકે તેનાથી આ સંસ્થાના સંચાલકો અને બાળકોને ખૂબ મોટું પ્રેરણાબળ મળી રહેશે…
ફરીવાર આ સંસ્થાને દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં બનનાર કન્યા છાત્રાલય માટે પણ શુભેચ્છાઓ પાઠવું છું.માં સોનબાઈ તેમને હજુ વધારે સેવાકાર્ય કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના…
મને આ સંસ્થા સુધી પહોંચાડી એક ઉમદા કાર્ય કરવા બદલ યુવામિત્ર ભીમાભાઈ ભાદરકા નો પણ આ તકે આભાર વ્યક્ત કરૂં છું…