bhavnagarBreaking NewsGujarat

જિલ્લા કલેકટર આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને ઈ-લોકાર્પણનાં કાર્યક્રમોનાં આયોજન અર્થે બેઠક મળી.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસોનું તા.૧૦મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨.૦૦ વાગ્યે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કરાશે.જેનાં ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લામાં આઠ વિધાનસભા બેઠકો ખાતે આવાસોનાં ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે. જેનાં સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે,બેઠક વ્યવસ્થા, લોકોને વાહનો દ્વારા લાવવા અને લઈ જવાની વ્યવસ્થા,ફૂડ પેકેટ,પીવાનાં પાણીની વ્યવસ્થા,પાર્કિંગ વ્યવસ્થા સહિતની કામગીરી કરાવવા કલેક્ટરશ્રીએ સંબધિત અધિકારીઓને રચનાત્મક સૂચનાઓ કર્યાં હતાં.

જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી જયશ્રીબેન જરૂએ કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

ભાવનગર જિલ્લામાં મહુવા વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-મહુવા ખાતે,તળાજા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-તળાજા ખાતે,ગારીયાધાર વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-ગારીયાધાર ખાતે,પાલિતાણા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-પાલિતાણા ખાતે,ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ,સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ,સીદસર ખાતે અને ગઢડા વિધાનસભામાં એ.પી.એમ.સી. ધોળા(જં) ખાતે તેમજ ભાવનગર શહેરની પૂર્વ વિધાનસભાનો કાર્યક્રમ તરસમીયા ઝોનલ ઓફિસ ખાતે અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર- ચિત્રા ખાતે યોજાશે.જિલ્લાની આઠ વિધાનસભાઓમાં યોજાનારા કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનાં આવાસોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.ગોવાણી,નાયબ પોલિસ અધિકક્ષકશ્રી આર.આર.સિંધાલ સહિતનાં ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 360

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *