bhavnagarBreaking NewsGujarat

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં બાકી તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસોની સમીક્ષા, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજીઓ તેમજ તકેદારી આયોગના પત્રનો સમયસર નિકાલ તથા માહિતી અધિકાર અધિનિયમની અરજીઓની અપીલમાં જે તે સંલગ્ન અધિકારીશ્રીઓને હાજરી આપવા સુચના આપી હતી.

સરકારશ્રીની કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે તમામ કચેરીઓને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા,ઓનલાઇન ફાર્મર રજીસ્ટ્રેશન વધારવાની સાથે પ્રજાના પ્રશ્નોનો ઝડપી અને સમયસર ઉકેલ‌ લાવવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી. એમ. સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *