પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્રારા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ભાવનગર જીલ્લાના ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.હેડ કોન્સ. હરેશભાઇ ઉલ્વાને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,ઓલપાડ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય માં દાખલ થયેલ બળજબરી થી કઢાવી લેવાના ગુન્હામાં નાસતા-ફરતાં આરોપી જીતેન્દ્દસિંહ ગીરવાનસિંહ પરમાર રહે.વલ્લભીપુર,જી.ભાવનગરવાળા નારી ગામના નવા પુલ પાસે ઉભા છે.જે બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી ઓલપાડ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપી:-
જીતેન્દ્દસિંહ ગીરવાનસિંહ પરમાર ઉ.વ.૪૨ ધંધો-મજુરી રહે.રાજપુત શેરી,વલ્લભીપુર,જી.ભાવનગર
ગુન્હો:-
સુરત ગ્રામ્ય, ઓલપાડ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૦૦૪૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમઃ-૩૮૪,૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ મુજબ
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-
1. વલ્લભીપુર પોલીસ સ્ટેશન પ્રોહિ.ગુ.ર.નં.૧૪૫/૨૦૧૫ પ્રોહિ.કલમ-૬૫એઇ,૧૧૬બી,
2. વલ્લભીપુર પોલીસ સ્ટેશન પ્રોહિ.ગુ.ર.નં.૧૨/૨૦૧૬ પ્રોહિ.કલમ-૬૫એઇ,૧૧૬બી,
3. વલ્લભીપુર પોલીસ સ્ટેશન પ્રોહિ.ગુ.ર.નં.૪૬/૨૦૧૬ પ્રોહિ.કલમ-૬૫એઇ,૧૧૬બી,
4. વલ્લભીપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૫૨/૨૦૧૬ ઇ.પી.કો.કલમ-૩૯૭,૪૨૭,૫૦૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧) ૨૫(૧-બી) મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા સ્ટાફના હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,નીતિનભાઇ ખટાણા વગેરે જોડાયાં હતાં.