Breaking NewsEntertainment

દેશ વિદેશ ના ચાહકો ના લોક પ્રિય ગરબા કિવન દર્શના વ્યાસ (વર્સેટાઈલ સિંગર)

દર્શના વ્યાસ (વર્સેટાઈલ સિંગર)
(ઈન્ટરનેશનલ પંચમ મ્યુઝીક ગ્રુપ પાટણ)
દર્શના વ્યાસ નો જન્મ મુળ વિસનગર માં થયો છે અને તેમનું મુળ વતન સેંધણી વડગામ બનાસકાંઠા ના વતની છે. નાનપણ માં ભણતર ની સાથે સંગીત કલા પ્રત્યે ઉત્સાહ અને મન હોઈ અને માતા પિતા અને પરિવાર ના સહયોગ થી ભણતર માં ખુબજ પ્રગતિ કરી સારી એવી નામના મેળવી સંગીત કલા જગત માં બનાસકાંઠા નહિ પરંતુ ઉત્તર ગુજરાત ના નાના માં નાના ગામો હોઈ કે કે શહેરો હોઈ તેમાં દર્શના વ્યાસ ગરબા કિવન તરીકે ઓળખાય છે

અને દર્શના વ્યાસ એ તેમના પ્રથમ સ્ટેજ પ્રોગામ ની શરૂવાત વિસનગર મહેસાણા થી કરી ૧૯૯૩ માં નવરાત્રી કરેલી છે.અને દર્શના વ્યાસ ૩૦ વર્ષ થી સંગીત કલા જગત સાથે જોડાયેલા છે. દર્શના વ્યાસ ની સંગીત કલા જગત ને શરૂવાત થી (ઈન્ટરનેશનલ પંચમ મ્યુઝીક ગ્રુપ પાટણ) ના પ્રમુખ ના વિપુલ ભાઈ પંછીવાલા નો મહત્વનો ફાળો છે.

અને દર્શના વ્યાસ ના સંગીત કલા ના ગુરૂ એવા વિજયભાઈ નાયક, વિપુલ ભાઈ પંછીવાલા,ગુણવંતલાલ વ્યાસ,યોગેશભાઈ વ્યાસ, શારદાબેન વ્યાસ,બાબુલાલ ભાલકીયા,અંબા પુરી મુંબઈ મિત્ર મંડળ અડેરણ ગ્રામજનો આ બધા દ્વારા દર્શના વ્યાસ એ ઘણું બધું સંગીત કલા જગત માં શીખ્યું છે. અને દર્શના વ્યાસ ને સંગીત પ્રત્યે ખુબ પ્રેમ અને અને ગાવા નો શોખ છે,અને બધા ચાહકો ને પોતાના અવાજ થી નવા નવા ગીતો ગાઈ ને ખુશ કરી દેવાનો અને માતા પિતા ને સેવા અને દેશ વિદેશ માં પ્રોગ્રામ કરી પોતાનું જીવન જીવાનો શોખ છે.

નાના બાળકો થી લઇ મોટા મોટા ભાઇઓં અને બહેનો અને વડીલો દર્શના વ્યાસ ના દરેક પ્રોગ્રામો જોવા અને સાંભળવાનો નો લાવો નથી ચુકતા દર્શના વ્યાસ એ પોતાના કામ અને પોતાના સ્વભાવ અને તેના અવાજ માં માતાજી સરસ્વતી ની સાક્ષાત કૃપા છે દર્શના વ્યાસ હાલ મહેસાણા માં રહે છે અને ઉત્તર ગુજરાત મેં એક આગવી ઓળખ ઉભી કરી છે તેમના ચાહકો ના મન ગમતા ગીતો ની ફરમાઇશ થી દર્શના વ્યાસ એ પોતાના ઘણા બધા આલ્બમ ગીતો બનાવ્યા છે અને એ બધા ગીતો યુ ટ્યુબ માં DV DIGITAL પર જોઈ અને સાંભળી શકો છો દર્શના વ્યાસ એ ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાત માં ૧૦,૦૦૦ થી વધુ લાઈવ સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે

અને વિદેશ માં તેમના ઘણા બધા ચાહકો છે તેમને વિદેશ માં ૫૦૦૦ થી લાઈવ સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે હજુ પણ તેમના ચાહકો માટે ગુજરાત અને વિદેશ માં નવા નવા ગીતો લાવી રહ્યા છે તમે લોકો આવો ને આવો સહયોગ આપતા રહેજો ચાહક મિત્રો અને વડીલો ના આશીર્વાદ થી આ સ્ટેજ મળ્યું છે દર્શના વ્યાસ નાના અથવા મોટા આર્ટીસ્ટને ભાઈ અને બહેનો માની તેમને સહયોગ કરે છે દર્શના વ્યાસ નું એવું માનવું છે કે મારી પાસે જે કઈ પણ તેમના માતાજી અને ચાહકો મિત્રો ના આશીર્વાદ થી છે.

દર્શના વ્યાસ એ ઉત્તર ગુજરાત ના અને ગુજરાત ના નામી અનામી કલાકારો અને મોટા મોટા નામચીન કલાકારો સાથે ઘણા બધા લાઈવ સ્ટેજ પ્રોગ્રામો કર્યાછે.

દર્શના વ્યાસ ના લોક પ્રિય સ્થળો આપણું ગુજરાત અને આપણું ભારત છે.અને દર્શના વ્યાસ ધાર્મિક કાર્યો માં અગ્રસેર રહી તેમના ઇષ્ટદેવ વિર દાદા ,વારાહી માતાજી,મહાદેવ જી અને ગાયમાતા ,૩૩ કોટી દેવી દેવતા માં માને છે.


દર્શના વ્યાસ એ છેલ્લા ૨૫ વર્ષથી સતત સંગીત કલા જગત માં સ્ટેજ પ્રોગ્રામ,જેમકે રાસગરબા ,ઓરકેસ્ટ્રા,લગ્ન ગીત,હલ્દી ગીત,મેંદી ગીત,શ્રધાંજલી,ડાયરો,ભજનો,કીર્તનો,સંતવાણી,સિંધી ગીતો,અને લાઈવ વરઘોડો ડીજે જેવા પ્રોગ્રામો કર્યા છે.

દર્શના વ્યાસ એ વિદેશ માં કેનડા માં છેલ્લા ૧૦ વર્ષ થી નવરાત્રી કરે છે. પંચમ મ્યુઝીક ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે તેમાં વિપુલ ભાઈ પંછીવાલા નો મોટો ફાળો છે.

દર્શના વ્યાસ વિદેશ માં બીજા દેશો માં ૫ વર્ષ થી વધુ નવરાત્રી ની વિદેશ ટુર કરેલ છે દર્શના વ્યાસ ઈન્ટરનેશનલ પંચમ મ્યુઝીક ગ્રુપ પાટણ સાથે ૧૯૯૩ થી લોક ગાયિકા તરીકે જોડાયેલા છે.હજુ પણ આ ગ્રુપ સાથે રહી પ્રોગ્રામો કરી રહયા છે. આ ગ્રુપ નો દર્શના વ્યાસ ને એક પરિવાર ના સદસ્ય થી વિશેષ રાખે છે.

દર્શના વ્યાસ એક સારા લોક ગાયિકા સાથે એક સારા સમાજ સેવક પણ છે એમના ગ્રુપ ના બધા મિત્રો ને દરેક નાના મોટા કામો માં દરેક કાર્ય માં અગ્રસેર રહી તેમની નિશ્વાર્થ ભાવે મદદ કરે છે, અને તેમનું એવું કેવું છે હું ક્યાં મદદ કરું ચુ મને મારા ઇષ્ટદેવ મને આપે છે તેમાંથી મદદ કરું છું આ બધું કરવા માં મને ખુબજ આનંદ થાઈ છે. દર્શના વ્યાસ દરેક ને જરુયાત મંદો ને મદદ કરે છે તેમનો આ એક ભાવ એવો મારી મદદ સાચા અર્થ માં અને બધા ઉપયોગી થવી જોઈએ હું સંગીત કલા જગત માં મારા ચાહકો ને મનોરંજન પુરી પાડી મારી જે કઈ પણ આવક થશે તેમાં હું મારા માતા પિતા ની સેવા અને ધાર્મિક અને જરુયાત લોકો માટે મદદ કરી મારું જીવન જીવ માગું છુ અને દર્શના વ્યાસ તેમના આ વચન પર અડગ છે અને આજીવન રહેશે. અને પોતાનું જીવન સુખી શાંતિ થી જીવન પસાર કરી મોજ થી રેવા નું નક્કી કર્યું છે અને હાલ પણ રહી રહયા છે. અને કોરોના જેવા વાયરસ માં ભારત સરકાર દ્વારા લોક ડાઉન માં તેમના ચાહકો ને નિરાસ નથી થવા દીધા ફેશબૂક ,ઈન્સ્ટાગ્રામ,અને યુ ટ્યુબ ના માધ્યમ થી ઘરે થી લાઈવ નિશુલ્ક તેમના ચાહકો ની દરેક ફરમાઈશ પર ગીતો ગઈ મનોરંજન પૂરું પાડયું છે અને કોરોના જેવા વાયરસ માં ભારત સરકાર દ્વારા લોક ડાઉન માં તેમના દ્વારા અને તેમના ગ્રુપ દ્વારા જરુયાત લોકો ને અનાજ અને જીવન જરુયાત ની વસ્તુ ની કીટો આપી તેમના ઘર રોનક લાવી છે.


દર્શના વ્યાસ એક એવા વ્યક્તિ છે તેમના માટે કોઇપણ કાર્ય અઘરું નથી બધા કાર્ય માં તન મન ધન થી બધા કરતા સૌથી પ્રથમ રહી આગવી ભૂમિકા ભજવે છે. અને કોઈ કાર્ય કરવા માં તેમની ના નો હોઈ પણ તે કાર્ય સાચા અર્થ માં હોવું જોઈએ નીતિ અને મહેનત નું કાર્ય કરવાનું એવો એમનો નિયમ છે તેમના નિયમ થી અડગ છે અને રહેશે.

દર્શના વ્યાસ ને તેમની સંગીત કલા જગત ની કારકિર્દી અને તેમની અથાર્થ મહેનત લગન થી તેમના ઘણા સન્માન અને એવોર્ડ પણ એનાયત થયા છે.

દર્શના વ્યાસ એ જી. એકસપ્રેસ ન્યુઝ સાથે ના સ્પેશિયલ ઈન્ટરવ્યું માં તેમના સંગીત કલા જગત ની સફર વિશે પોતાનો પરિચય આપ્યું છે.
આ સ્પેશિયલ ઈન્ટરવ્યું માં જી. એકસપ્રેસ ન્યુઝ ના ચેરમેન એવા હેમરાજસિંહવાળા,અને જી.એકસપ્રેસ ન્યુઝ મેનેંજીગ ડાયરેક્ટર બિનલબાહેમરાજસિંહવાળા,અને જી.એકસપ્રેસ ન્યુઝ ના યુવા રીપોટેર એવા અભિષેક ડી.પારેખ (એ.ડી.) એ આ સ્પેશિયલ ઈન્ટરવ્યું ની તૈયારી કરી આ ઈન્ટરવ્યું કરેલ છે.
દર્શનાવ્યાસ તેમના જીવન માં ખુબ ખુબ પ્રગતિ કરે અને ગુજરાતી ફિલ્મ જગત અને બોલીવુડ માં પોતાના ડંકો વગાડી તેમના માતા પિતા નું નામ રોશન કરે.


“ વધે તમારી નામનાએવી જી. એકસપ્રેસ ન્યુઝ પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ.”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 337

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *