bhavnagarBreaking NewsGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૫ કિ.રૂ.૨૮,૩૫૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,અગાઉ ઇંગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ સુરેશ સુભાષભાઇ સાથળીયા રહે.નાલા સોપારા(ઇ),મુંબઇવાળો અધેલાઇ ચોકડી પાસે આવેલ હોટલ રાજ તથા ગાયત્રી હોટલની વચ્ચે ભાવનગર તરફ જતાં રોડ ઉપર પ્લાસ્ટીક કંતાનની કોથળાઓમાં મુંબઇથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને ઉભો છે.જે મળેલ બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબની બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર,વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-સુરેશ સુભાષભાઇ સાથળીયા ઉ.વ.૨૨ રહે.૪૦૩,સાંઇ પ્લાઝા એપાર્ટમેન્ટ,મોરેગાંવ તળાવ,નાલા સોપારા (ઇ),મુંબઇ મુળ-બેલા તા.બરવાળા જી.બોટાદ

કબ્જે કરેલ મુદ્દામાલઃ-બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ૧ લી. ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૪૫ કિ.રૂ.૨૮,૩૫૦/- નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,તથા વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા,હસમુખભાઇ પરમાર જોડાયાં હતાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-  દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરીશું તો…

ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’ ગુજરાતમાં કચ્છ થી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,…

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *