સશક્ત આદિવાસી,પરિવર્તિત ભારતના સંકલ્પ સાથે જનજાતિ ગૌરવ દિવસના અવસરે વડાપ્રધાનશ્રી દ્વારા પી.એમ જનમનની શરૂઆત કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશના વિવિધ વિસ્તારોમાં સ્થિત લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ભાવનગર શહેરના વડવા ખાતે શ્રી શહિદ ભગતસિંહ પ્રાથમિક શાળા નં.૪૨માં કરવામાં આવ્યું હતું.પી.એમ જનમન અંતર્ગત ગામડામાં વસવાટ કરતા આદિવાસી જનજાતિના કલ્યાણ માટે વડાપ્રધાનશ્રીનો આ એક દ્રઢ સંકલ્પ અને સફળ વિચાર છે.પી.એમ જનમન યોજના થકી આદિવાસી જનજાતિને રસ્તા,પાણી,આરોગ્ય,વીજળી જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
ભાવનગરમાં પણ પી.એમ જનમન કાર્યક્રમ અંતર્ગત વ્હાલી દિકરી યોજના અને આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કિટ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.સાથોસાથ આ કાર્યક્રમ થકી જાતિના પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.
મેયરશ્રી દ્વારા પી.એમ જનમન વિશે જાણકારી આપવામાં આવી હતી.મેયરશ્રીએ આ તકે જણાવ્યું હતું કે પી.એમ જનમન દ્વારા આદિવાસી જનજાતિનો ઉદ્ધાર અને કલ્યાણ થશે.
મેયરશ્રી પ્રજા વિશેના વડાપ્રધાનશ્રીના સુવિચાર માટે ગર્વની લાગણીનો અનુભવ પ્રગટ કરે છે.
આ કાર્યક્રમમાં મેયર શ્રી ભરતભાઈ બારડ,ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ,કલેકટરશ્રી આર.કે મહેતા,જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવા,પ્રાંત અધિકારી એચ.એમ ઝણકાટ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા