જામનગર ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૪-૨૫માં લોકનૃત્ય વિભાગમાં સિહોર તાલુકાની શિક્ષિકા બહેનોએ ભાગ લીધો હતો. જેમાં આ ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ કર્યું હતું.
ટીમના દરેક સભ્યને પ્રમાણપત્ર અને રૂ. 30,000 પુરસ્કાર સ્વરૂપે મળેલ હતા. શિક્ષિકા બહેનોની ટીમ હવે પછી રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં સમગ્ર સૌરાષ્ટ્રનું ભાવનગર જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર શિક્ષણ પરિવારનું ગૌરવ વધારવા બદલ ટીમને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિલેશભાઈ નાથાણી તથા સમગ્ર શિક્ષણ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા.