જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ આઇ.સી.ડી.એસ મહાનગરપાલિકા ભાવનગરના સયુંક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવના આઠમાં દિવસ અંતર્ગત શિશુવિહાર સંસ્થા ભાવનગર ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ ની ઉજવણી મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાવનગરના મેયરશ્રી ભરતભાઇ બારડ, ભાવનગર પુર્વ વિસ્તારના ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, મહિલા અને બાળ અધિકારીશ્રી આર. કે. જાખણીયા, પ્રોટેક્શન ઓફિસરશ્રી હેતલ દવે, સીડીપીઓશ્રી પુનમબેન વાઢેર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સંકલ્પ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વુમનની ટીમ, મહિલા સહાયતા કેન્દ્રના કાઉંસેલર, સખી વન સ્ટોપ સેન્ટરના એડમીન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેંદ્રનો સ્ટાફ, તેમજ આંગણવાડીમાં નોંધાયેલ પુર્ણા યોજનામાં નોંધાયેલ કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ નારી વંદન ઉત્સવ સપ્તાહની માહિતી આપી હતી ત્યારબાદ ધારાસભ્યશ્રી સેજલબેન પંડયા દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની શુભકામનાઓ આપી અને સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ કિશોરીઓ અને મહિલાઓના આરોગ્ય બાબતે ચર્ચા કરવામા આવેલ અને માસિક સ્ત્રાવ એ કુદરતી પ્રકિયા છે જેમાં સંકોચ વિના આપણા સ્વાથ્યનું ધ્યાન રાખવામાં આવે તે બાબતે દિકરીઓને સંપુર્ણ માહિતી આપી હતી ત્યારબાદ મેયરશ્રી ભરતભાઇ બારડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આઇ.સી.ડી.એસ વિભાગમા કાર્યરત વિવિધ યોજનાકિય માહિતી આપી અવગત કરવામા આવેલ જેમાં પુર્ણા યોજના અને સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓને ઉપયોગી તમામ મહિલાલક્ષી યોજના તેમજ બાલશક્તિ, માતૃશક્તિ અને પુર્ણાશક્તિ યોજનાની માહીતી આપી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીને દિકરી વધામણા કિટ અને મંજુરી હુકમ તેમજ ૧૫૦ કિશોરીઓને મેન્સ્ટુલ હાઇજીન કિટ આપી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ હતું. આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા વાનગી નિર્દશનનો સ્ટોલ રાખવામાં આવેલ હતો. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સ્ટોલ રાખવામાં આવેલ જેમાં કિશોરીઓનુ એચ.બી.અને ટી.ડી.ની રસી આપી હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ હતો.