રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે મહાનગરપાલિકા,ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ભાવનગર સંચાલિત મહાનગરપાલિકા કક્ષાએ તા. ૦૪ જાન્યુઆરી ૨૦૨૪ થી ૦૫ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન અલગ અલગ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં તા.૦૪ જાન્યુઆરી ૨૦૨૪ પ્રથમ દિવસે કાર્યક્રમનું ઉદ્દઘાટન કાર્યક્રમના અધ્યક્ષ મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી શિશિરભાઈ ત્રિવેદી,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ડેપ્યુટી ચેરમેનશ્રી રાજદીપસિંહ જેઠવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારીશ્રી મુંજાલભાઇ બડમલીયા,ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર વિજેતા શ્રી અમુલભાઈ પરમાર,જગતસિંહ ઝાલા,મનુભાઈ દીક્ષિત,મહામંત્રીશ્રી,વ્યાયામ મંડળ શ્રી ભાવેશભાઈ ભટ્ટ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશકુમાર મેસવાણીયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે કુલ ૧૪ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ ૧૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ૪૧ ટીમો પૈકી ગરબામાં ૧૩ ટીમ, રાસમાં – ૧૦ ટીમ,સ્કુલબેન્ડમાં –૨ ટીમ અને સમુહ ગીતમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.