bhavnagarBreaking NewsEducationGujaratHelth

ભાવનગરની કરદેજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા પાણીજન્ય રોગચાળો ફેલાઈ નહીં એ માટે પોરાનાશક કામગીરી પોતાના ઘરે તથા આજુબાજુના પાંચ ઘરોમાં કરવામાં આવી હતી.

ભાવનગરની કરદેજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા પાણી જાની રોગચાળો ફેલાઈ નહીં એ માટે પોરાનાશક કામગીરી પોતાના ઘરે તથા આજુબાજુના પાંચ ઘરોમાં કરવામાં આવી હતી.આ ઉપરાંત ઘરે ઉકાળેલું પાણીનો ઉપયોગ કરવાની શરૂઆત કરેલી છે.

ભાવનગર તાલુકા હેલ્થ કચેરી દ્વારા કરદેજ ગામે કન્યાશાળા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીતુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંડવી મેડિકલ ઓફિસર મનિષાબેન માંગુકિયા,સુપરવાઇઝર ગણપતભાઈ ભીલ,કિરણબેન પંડ્યા દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને મચ્છરોની ઉત્પત્તિ કઈ રીતે અટકાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તેમજ દૂષિત પાણીથી થતા રોગો કઈ રીતે અટકાવી શકાય તેની સમજણ તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત,કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મહાવીરભાઈ પરમાર,આરોગ્ય કર્મચારી શરદભાઈ સોલંકી,કાજલબેન સોલંકી દ્વારા આપવામાં આવી હતી આ ઉપરાંત તેમની નક્કર કામગીરીના ફોટોગ્રાફ્સ મેળવી અને સારી કામગીરી કરનાર વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ટીડી વેક્સિનેશન ટેબલેટ આયર્ન વિશે સમજણ અપાઈ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી અશોકભાઈ મોરી, શિક્ષકશ્રી રોહિતભાઈ ચૌહાણ, રાકેશભાઈ મેટાળ, અલ્પાબેન ગોહિલ, હેતલબેન છાંટબાર અને આશા ફેસીલેટર દેવુબેન બરબાસીયા,આશાબહેનો દ્વારા જહેમત ઉઠાવી હતી કન્યા શાળાના 120 બાળકો દ્વારા પાંચ ઘરનું સર્વે કરી મચ્છર ઉત્પતિ અટકાવી હતી તેમજ ઘેર ઘેર ગરમ પાણી ઠંડુ કરી પીવાની શરૂઆત કરવામાં આવી છે જેથી ગામમાં ઝાડા,ઉલટી,ટાઈફોડ,કમળો જેવા પાણીજન્ય રોગો અટકાવવામાં મદદરૂપ થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી

એબીએનએસ, પાટણ : પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યની…

1 of 364

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *