bhavnagarBreaking NewsEducationOther

પ્રાકૃતિક ખેતી અંગે વલ્લભીપુર તાલુકાના લોલીયાણા અને કાનપર ગામે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

ભાવનગર જિલ્લામા પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત તા. 10/07/2024 ના રોજ વલ્લભીપુર તાલુકાના લોલીયાણા અને કાનપર ગામે કૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી જેમાં વલ્લભીપુર તાલુકાના નોડલ અધિકારી શ્રી જે.એન.પરમાર,વલ્લભીપુર તાલુકાના લાઇઝન અધિકારી શ્રી સી.કે.સાંખટ અને ક્લસ્ટર અધિકારી શ્રી હરસુરભાઈ હુંબલ (આત્મા ) તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો,ગામના ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રાકૃતિક કૃષિના ફાયદા તેમજ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિશે માહિતી આપવામાં આવી હતી.

જેમા નોડલ અધિકારી શ્રી જે.એન.પરમાર દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિના સિદ્ધાંતો જેવા કે જીવામૃત,ઘનજીવામૃત,બીજામૃત,અચ્છાદન,વાપસા અને મિશ્રપાક પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વલ્લભીપુર તાલુકાના લાઇઝન અધિકારી શ્રી સી.કે.સાંખટ દ્વારા જુદા જુદા પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રાકૃતિક અસ્ત્રો વિશે માહિતી આપી.

તાલીમને અંતે ખેડૂતને મુંજવતા પ્રશ્નોના નિરાકરણ સાથે ક્લસ્ટર અધિકારીશ્રી હરસુરભાઈ હુંબલ દ્વારા આભાર વિધી કરી તાલીમ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 107

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *