bhavnagarBreaking News

જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે,જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા ગુજરાત વહીવટી તંત્ર એ કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને કરી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આ ઘટના ઉપર સતત નજર રાખી રહ્યા છે. પાકિસ્તાની વધુ એક નાપાક હરકત દેશ અને દુનિયાએ જોઈ લીધી છે. આતંકવાદીઓએ હિન્દુઓને શોધીને જે મારવાની નીતિ અપનાવી છે તેના કારણે આજે દેશ અને દુનિયા સ્તબ્ધ છે.

એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે પણ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 370

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *