પાલીતાણા નગરપાલિકાની ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે પાલીતાણાના જકાતનાકા,વડિયા રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં પાલિતાણા નગરપાલિકા નિષ્ફળ નિવડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીં દર બે પાંચ દિવસે ઉભરાતી ગટરોના પાણી રોડે ચડી જાય છે
અને આઠ આઠ દિવસ સુધી આ પાણી સુકાવાનું નામ લેતા નથી જેના કારણે અહીં વ્યાપાર ધંધા કરતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ઉભરાતી ગટરોના દુર્ગન વાળા પાણીથી પોતાની દુકાન પર ગ્રાહકો આવી રહ્યા નથી અને બીજી તરફ રોગચાળાની મોટી ભીતિ સેવાઇ રહી છે લોકો ગટરોના પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે
પાલીતાણામાં ઉભરાતી ગટરોના પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેની સાથે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે આમ તો પાલીતાણા પવિત્ર તીર્થ નગરી તરીકે જાણીતું તીર્થધામ છે અને જેમાં મોટી સંખ્યામાં પાલીતાણામાં તપસયાર તેઓ તેમજ પર્યટકો પાલીતાણા માટે પહોંચતા હોય છે જેમાં પાલીતાણા ની છબી ખરડાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે
કારણકે અહીં આવેલા અનેક વિસ્તારોમાં ઊભરાતી ગટરોની સમસ્યાઓ જોવા મળી રહી છે જેમાં વાત કરવામાં આવે તો પાલીતાણાના જગાતનાકા પાસે આવેલ વડીયા રોડ પર સતત ઉભરાતી ગટરોના પાણી ભરેલા રહેતા હોય છે આ રસ્તા પરથી રોજબરોજની માટે કામ ધંધે આવતા લોકો હજારોની સંખ્યામાં અવરજવર કરી રહ્યા છે જે લોકોને અહીંથી પસાર થવું માથાના દુખાવા સમાન બન્યું છે જેના કારણે લોકમાં ગોઠવા પામી શકે આ ઉપરાતી ગટરોનું નિરાકરણ લાવવામાં આવે
પાલીતાણા માં ઉભરાતી ગટરોની સમસ્યાને કારણે વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠીયા દ્વારા પણ મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે એ પાલીતાણામાં આવેલા અમુક વિસ્તારોમાં ઉભરાતી ગટરોની સમસ્યાઓ વક્રી રહી છે જેના કારણે પાલીતાણામાં લોકોને ચાલવું તે માથાના દુખાવા સમાન બન્યું છે
પરંતુ નગરપાલિકામાં શાસક પક્ષ ઉભરાતી ગટરોના પાણીને નિકાલ કરવામાં નિષ્ફળ નીકળી રહી છે આવી લોકોની અનેક રજૂઆતો નગરપાલિકામાં આવી રહી છે પરંતુ નગરપાલિકા જાણે લોકોની રજૂઆતનેઘો ળીને જતી હોય તેવું લાગી રહ્યું છે
લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નગરપાલિકાને જાણે કઈ જ રસ ન હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે જેના કારણે વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે