Breaking NewsCrime

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા. વડોદરા પોલીસે 45 દિવસ સુધી અંધારામાં ફાંફા માર્યા અને ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસમાં જ પીઆઇની પત્નીની હત્યાનો ભેદ ઉકેલી દીધો

સ્વીટી પટેલનો પોલીસ પતિ અજય દેસાઈ જ હત્યારો નિકળ્યો, કરજણના બંગલે હત્યા કરી કિરીટસિંહની બંધ હોટેલ પાસે લાશ સળગાવી. માહિતી મુજબ 4 જૂનની રાત્રે સાડા બારે ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવી મારી નાંખી, લાશ છેક બીજા દિવસે સાંજે લઈ જઈ બાળી નાખી.

સ્વીટીની બાજુમાં તેનું બાળક ઊંઘતુ હતું છતાં મર્ડર કર્યું, ગાડીમાં લાશ મૂકીને સાળાને ફોન કરી સ્વીટી ગુમ થયાનું કહ્યું. કરજણ ટોલનાકાએ CCTVમાં PIની દેખાયેલી કાર, લાશ મળી એ સ્થળે તેમના મોબાઈલ લોકેશને શંકાને વધુ ઘેરી બનાવી

વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. આ કેસમાં આજે નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલની હત્યા PI પતિ અજય દેસાઈએ જ કરી છે. આરોપી PI એ.એ.દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.અજય દેસાઈએ પોતાના કરજણ સ્થિત ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં જ ગળાટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.
4 જૂનની રાત્રે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો

કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ હતી. ત્યાર બાદ રાતના 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતું હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું.
અટાલી સ્થિત મિત્રની બંધ હોટલમાં લાશ સળગાવી . સ્વીટીની હત્યા બાદ લાશને કમ્પાસ ઝીપમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ સ્વીટીને શોધવા આવેલા ભાઈને પીઆઈએ કીધું કે હું સ્વીટીને શોધવા જાઉં છું. બીજા દિવસે સ્વીટીની લાશ પોતાના ઘરેથી 49 કિલો મીટર દૂર આવેલી કિરીટસિંહ જાડેજાની અટાલી સ્થિત બંધ હાલતમાં રહેલી હોટલમાં લઈ જવાઇ હતી. જ્યાં પુંઠ્ઠા લાકડા અને ઘાસ નાખીને લાશ સળગાવી દેવામાં આવી હતી. આરોપી અજય દેસાઈએ બે વર્ષમાં લગ્ન કર્યા હતા

PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી. બંધ હોટલના માલિક કિરીટસિંહની ધરપકડ થશે. હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગમાં લઈ ગયો હતો. આ જમીન અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને 10 વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પણ કોઇ કારણોસર આ બાંધકામ અધુરુ રહ્યું હતું. જેને પગલે હવે કિરીટસિંહ જાડેજાની પણ આ કેસમાં સંડોવણી ખુલી હોવાથી ધરપકડ થશે.

વડોદરા જિલ્લા પોલીસ આંધળો ગોળીબાર કરતી રહી. ​​​​​​​આ કેસમાં જિલ્લા પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ પૂરવાર થયું છે. છેલ્લા ચાલીસ દિવસ ઉપરાંતથી સિટી પટેલને શોધવામાં જિલ્લા પોલીસે કંઈ ઉકાળી શકી નહોતી. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં સ્વીટી પટેલ પ્રકરણ ઉપરથી પડદો ઉંચકી નાંખ્યો છે. સ્વીટી પટેલને શોધવા માટે જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈની સૂચના પ્રમાણે પ્રમાણે ડભોઇ ડિવિઝનના DYSP કલ્પેશ સોલંકી, જિલ્લા એલ.સી.બીની ટીમો કામે લાગી હતી. પરંતુ 40 દિવસમાં માત્ર અને માત્ર તેઓએ હવામાં ફાંફા ભર્યા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્વિટી પટેલ ઉપરથી પડદો પાડવા જિલ્લા પોલીસે કરેલી તપાસ શંકા ઉપજાવે છે.
​​​​​​​
હાડકાં મળેલાં ત્યાંથી PIનું લોકેશન પણ મળેલું: પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકાં મળી આવતા પોલીસે અવાવરું મકાનની આસપાસના મોબાઇલ ટાવરોની તપાસ કરી હતી. જેમાં સ્વીટીના પતિ એ.એ.દેસાઇના મોબાઈલ ફોનનું લોકેશન મળી આવ્યું હતું. નવેસરથી તપાસનો દોર શરૂ થયો હતો. થોડા દિવસમાં જ આ કેસ રાજ્યની બે મહત્ત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો હતો. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા હતા. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી.ચૂડાસમાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદઅમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે પહોંચી હતી. અને અત્યારસુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. એ બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *