Breaking NewsCrime

અલંગ પો.સ્ટેના પાણીયાળી ગામેથી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી કુલ રૂ.૩૩,૬૦૦/-નાં મુદ્દામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

➡️ ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા  પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

➡️ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગઈકાલ તા.૦૩/૦૨/૨૦૨૨ ના રોજ રાત્રીનાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન

હેડ કોન્સ. અરવિંદભાઈ  બારૈયા તથા પો.કોન્સ. અલ્તાફ ભાઈ ગાહાને બાતમીરાહે હકીકત મળેલ કે, અગાઉ પાણીયાળીગામે રહેતા જયદેવભાઇ ભગતભાઇ રાવળ કે જેઓ પોતાનુ મકાન ખાલી કરીને ભુંભલીગામે ઘણા વર્ષથી જતા રહેલ છે.તેનુ આ પાણીયાળી ગામ વાળુ બંધ મકાન આવેલ છે.તે મકાનના બાથરૂમમાં સુર્યરાજસિંહ મહીપતસિંહ ગોહીલ તથા ભગીરથસિંહ વનરાજસિંહ ગોહીલ રહે.બન્ને પાણીયાળી ગામ તા.તળાજા જી.ભાવનગર વાળાઓએ આ મકાનના બાથરૂમનો કબ્જો લઇ બાથરૂમમાં ગે.કા ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીસ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને સચોટ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં રહેણાક મકાને ઉપરોકત બન્ને ઇમસો કે બીજુ કોઇ હાજર મળી આવેલ નહી. આ મકાનનાં બાથરુમમાં જોતા ભારતીય બનાવટની ઇંગ્લીસ દારૂની પેટીઓ નીચે મુજબના વર્ણનવાળી જોવામાં આવેલ.

(૧)MCDOWELL’S NO.1  COLLECTION WHISKY ORIGINAL 750 એમ.એલ બોટલો નંગ-૪૮ કી.રૂ.૧૪,૪૦૦/-
(૨) ROYAL CHALLENGE  CLASSIC PREMIUM WHISKY 750 એમ.એલ બોટલો નંગ-૨૪ કી.રૂ.૧૨,૦૦૦/-
(૩) ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY 750 એમ.એલ બોટલો નંગ-૨૪ કી.રૂ.૭,૨૦૦/-

ઉપરોક્ત વિગતેનો ઈંગ્લીશ દારુનો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. આ અંગે અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

➡️આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા, સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. અરવિંદભાઈ બારૈયા, મહીપાલસિંહ ગોહીલ, મહેન્દ્રભાઇ ચૌહાણ તથા પોલીસ કોન્સ અલ્તાફભાઇ કાસમભાઇ ગાહા તથા ડ્રા.હેડ.કોન્સ સુરૂભા ગોહીલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *