Breaking NewsCrime

કાઇમ બાંચ ભાવનગરનુ સુપર્બ કામગીરી વાહન ચોરીના ૯ (નવ) ગુન્હાનો ભેદ ઉકેલાયો

મોટર સાયકલ ચોરીના વણશોધાયેલ કુલ-૯ (નવ) ગુન્હાનો ભેદ ઉકેલી પાંચ ઇસમોને મોટર સાયકલ નંગ-૮ કી.રૂ. ૧,૭૦,૦૦૦/- સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

શ્રી અશોકકુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને પ્રજામાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ જળવાય રહે તે રીતે કામગીરી કરવા સુચનાઓ આપેલ હોય, જે અન્વયે ભાવનગર પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબનાઓએ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચને ઘરફોડ ચોરી તથા મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અનુસંધાને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની આગેવાનીમાં એલ.સી.બી. ભાવનગરની જુદી-જુદી ટીમો બનાવી જીલ્લામાં વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ બનેલ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે ખાસ એક્શન પ્લાન બનાવી, પેટ્રોલીંગનુ આયોજન કરેલ હતુ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમીદારનુ નેટવર્ક પણ એકટીવ કરેલ હતુ અને એલ.સી.બી. સ્ટાના માણસો બોરતળાવ પો.સ્ટે. વિસ્તાનરમાં અન વાહન ચોરીના ડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે હકીકત મળેલ કે, ‘‘અમુક ઇસમોએ ભાવનગર કુમુદવાડી, શક્તિ પાનની બાજુમાં આવેલ પરેશભાઇ કોળીના હિરાના કારખાનાના વાહન પાર્કીંગમાં ચોરાઉ મોટર સાયકલો રાખેલ છે અને હાલ તે ચોરાઉ મોટર સાયકલો વેચવા માટે ભેગા થયેલ છે અને તેઓએ ચોરેલા મોટર સાયકલો જોવા માટે બહારથી માણસોને બોલાવી મોટર સાયકલો બતાવે છે.’’ જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ પંચો સાથે તપાસ કરતા પાંચ ઇસમો આંઠ ચોરાઉ મોટર સાયકલો નંબર પ્લેટ વગરની સાથે મળી આવતા જે પાંચેય ઇસમોમાં
1️⃣ સુનિલભાઇ ઉર્ફે ઘુડો બીજલભાઇ મથુરભાઇ કાતરીયા ઉ.વ.૨૬ ધંધો હિરાઘસવાનો રહે.કુમુદવાડી, શક્તિ પાનની બાજુમાં, ભાવનગર મુળ ભાદ્રોડ ગામ, ત.મહુવા, જી.ભાવનગર
2️⃣ પીન્ટુભાઇ રડછોડભાઇ મકવાણા ઉ.વ.૨૫ ધંધો હિરા ઘસવાનો રહે.શિવનગર, બોરતળાવ પાસે, ભાવનગર મુળ પ્લોટ નં.૩૦/બી, શિવશક્તિ સોસાયટી નં.૨, હાદાનગર, ભાવનગર
3️⃣ વિપુલભાઇ રણછોડભાઇ ધનજીભાઇ કોગદીયા ઉ.વ.૨૮ ધંધો હિરા ઘસવાનો રહે.નારી ગામ, તા.જી.ભાવનગર મુળ પ્લોટ નં.૧, સત્યનારાયણ સોસાયટી, હાદાનગર, ભાવનગર
4️⃣ અજયભાઇ ઉર્ફે અજુ સ/ઓ ઘનશ્યામભાઇ વાઘેલા ઉ.વ.૨૨ ધંધો હિરા ઘસુ રહે. વાળુકડ ગામ, કોળી વાડ મોચીની દુકાન પાસે, તા.ઘોઘા જિ.ભાવનગર હાલ શિવનગર, બોરતળાવ પાસે,ભાવનગર
5️⃣ હિતેશભાઇ સ/ઓ અરવિંદભાઇ પરમાર જાતે-રાવળ જોગી રહે.વાળુકડ ગામ, ખારસી વિસ્તાર રામાપીરના મંદિર પાસે, તા.ઘોઘા, જિ.ભાવનગર વાળાઓ છે.

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ:

1️⃣ એક હિરો સ્પ્‍લેન્ડર પ્‍લસ મોટર સાયકલ ચેસીસ નંબર-MBLHAR080J5C00880 તથા એન્જીન નંબર-HA10AGJ5C02071 છે. જેની કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી
2️⃣ એક હિરો હોન્ડા સ્પેશ્યન પ્રો મોટર સાયકલ જેના ચેસીસ નંબર- MBLHA10EWPHC31510 તથા એન્જીન નંબર- HA10EDBHC33454 છે. જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી
3️⃣ એક હિરો સ્પ્‍લેન્ડર મોટર સાયકલ જેના ચેસીસ નંબર-00D20F13413 તથા એન્જીન નંબર-00D18E12713 છે. જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી
4️⃣ એક TVS સ્પોર્ટ મોટર સાયકલ જેના ચેસીસ નંબર-MD625MF52B1A47270 તથા એન્જીન નંબર-CF5AB1597952 છે. જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી
5️⃣ એક હિરો સુપર સ્પ્‍લેન્ડર મોટર સાયકલ જેના ચેસીસ નંબર-MBLJA05EMG9G06567 તથા એન્જીન નંબર-JA05ECG9G17994 છે. જેની કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી
6️⃣ એક હિરો હોન્ડા સ્પ્‍લેન્ડર મોટર સાયકલ જેના ચેસીસ નંબર-70355 તથા એન્જીન નંબર-74188 છે. કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી
7️⃣ એક હિરો સ્પ્‍લેન્ડર પ્‍લસ મોટર સાયકલ જેના ચેસીસ નંબર-MBLHA10BWFHK52792 તથા એન્જીન નંબર-HA10EWFHK02504 છે. જેની કિ.રૂ.૨૦,૦૦૦/-
8️⃣ એક હિરો હોન્ડા સ્પેશ્યન મોટર સાયકલ જેના ચેસીસ નંબર- 02A21C00134 તથા એન્જીન નંબર-02A21M00144 છે. જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી તમામ મોટર સાયકલોના પંચનામાની વિગતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ છે.

આરોપીઓએ કરેલ ૯ (નવ) ગુન્હાઓની વિગત:-
1️⃣ આજથી આશરે બે – સવા બે વર્ષ પહેલા સુરત પુના ગામ, બોંમ્બે માર્કેટપ, અર્ચના સ્કુલ પાસે આવેલ હરીધામ સોસાયટીમાં એક મકાન આગળથી એક હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરેલ છે. (સુરત શહેર વરાછા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૭૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯)
2️⃣ આજથી આશરે સાડા ત્રણેક મહિના પહેલા બોરતળવ, ગૌરીશંકર તળાવના ગેટ પાસેથી એક હિરો હોન્ડા સ્પેશ્યન પ્રો. મોટર સાયકલની ચોરી કરેલ છે. (બોરતળાવ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૨૦૧૮૫૮/૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯)

3️⃣ આજથી આશરે ત્રણેક મહિના પહેલા મહુવા રેલ્વે સ્ટેશનેથી એક હિરો હોન્ડા સ્પેશ્યન મોટર સાયકલની ચોરી કરેલ છે.
4️⃣ આજથી આશરે દોઢ- બે મહિના પહેલા તળાજા માયા પેટ્રોલ પંપ પાસેના ખાચામાં આવેલ હિરાના કારખાના પાસેથી એક હિરો સ્પ્‍લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ છે.
5️⃣ આજથી આશરે દોઢેક મહિના પહેલા મહુવા એમ.એમ. શોપીંગ સેન્ટર, વાસુ હોટલ સામે એક TVS સ્પોર્ટ મોટર સાયકલની ચોરી કરેલ છે. (મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૮૦૩૫૨૦૧૯૧૬/૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯)
6️⃣આજથી આશરે દોઢેક મહિના પહેલા મહુવા હેવન હોટલ પાસે આવેલ પાણીની ટાંકી પાસે આવેલ હિરાના કારખાના પાસે એક સ્પલેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ છે.
7️⃣ આજથી આશરે એક મહિના પહેલા મહુવા એસ.ટી. બસ સ્ટેન્ડની પાસે આવેલ ડાયમંડનગરમાં આવેલ એક હિરાના કારખાનાના પાર્કીંગ માંથી એક હિરો સુપર સ્પ્‍લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ છે.( મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૮૦૩૫૨૦૧૭૮૧/૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯)
8️⃣ આજથી આશરે એક મહિના પહેલા ભાવનગર, ખોડીયાર માતાજીના મંદીર પાસે, આર.વીરા રેસીડન્સીમાં બેંક કોલોનીમાં એક મકાન આગળથી એક હિરો સ્પ્‍લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ છે. (બોરતળાવ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૨૦૨૨૦૯/૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯)
9️⃣ આજથી આશરે વિસેક દિવસ પહેલા મહુવા માર્કેટીંગ યાર્ડ પાસે, ગીરીરાજ કોમ્પલેક્ષમાં આવેલ હિરાના કારખાનાના પાર્કીંગ માંથી હિરો સ્પ્‍લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ છે.( મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૮૦૩૫૨૦૧૯૯૨/૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯)

આરોપીઓની એમ.ઓ.:-(ગુન્હો કરવાની રીત) આ કામના આરોપીઓ દિવસ દરમ્યાન હિરાના કારખાનાઓ આજુબાજુ આંટાઓ મારી પાર્કીંગમાં પડેલ મોટર સાયકલોને પોતાની પાસેની ચાવી વાડે અથવા પીન કાઢીને ડાઇરેક કરીને ચોરી કરીને લઇ જવી.

આ કામે આરોપીઓએ ચોરી કરેલ મોટર સાયકલો નંગ- ૮ (આંઠ) ની કુલ કિ.રૂ..૧,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન હજુ પણ વધુ વણશોધાયેલ વાહન ચોરીના ગુન્હાઓની હકીકત ખુલવા પામે તેવી શક્યતા રહેલ છે.

આ સમગ કામગીરીમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હે.કોન્સ. જે.આર.આહિર તથા મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ નાઓએ કરેલ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *