Breaking NewsCrime

કોટેશ્વર બાદ વસી ગામે થી બોગસ ડોકટર પકડાયો

(અમિત પટેલ.અંબાજી)
તા.૦૬/૦૬/૨૦૨૧ દાંતા પો.સ્ટે.ની હદના વસી ગામ માં મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “ નકલી (બોગસ) ર્ડોક્ટર” ઝડપી પાડતી દાંતા પોલીસ ,કોટેશ્વર બાદ દાંતા પોલીસે વસી ગામે થી બોગસ ડોકટર પકડયો.
શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી તરૂણકુમાર દુગ્ગલ પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી સુશીલ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર નાઓની સુચના મુજબ બનાસકાંઠા જીલ્લામા સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ) ર્ડોક્ટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સુચના મુજબ કામગીરી હાથ ધરાઇ હતી.
આજરોજ પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી દાંતા પો.સ્ટે તથા ગંભીરસિંહ કાનસિંહ એ.એસ.આઇ બ.નં.૧૧૧૧ તથા વાસીમખાન જાફરખાન અ.હે.કો બ.નં.૧૦૨૭ તથા સુરેશભાઇ વીરાભાઇ અ.પો.કો. બ.નં. ૮૦૯ તથા યોગેન્દ્રસિંહ હિંમતસિંહ પો.કોન્સ બ.નં.૧૪૩ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી સા.ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વસી ગામના અંદરના ભાગે ઘરની અંદર એક વગર ડિગ્રીએ એલોપેથી દવાઓથી લોકોની સારવાર કરી ખાનગી ડોક્ટરની પ્રેક્ટીસ નામ વગરની દુકાનમાં કરે છે.જે હકીકત આધારે સદરે જગ્યાએ જતા ઘરની અંદરમાં કાંન્તીજી સરદારજી ઠાકોર રહે.નેદરડી તા.સતલાસણા જી.મહેસાણા વાળો પોતે ડોક્ટર નથી તેમ જાણતો હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટીસ કરી ગે.કાની દવાઓ રાખી જાહેરમાં દવાખાનું ખોલી પોતે નિષ્ણાત ન હોવા છતાં લોકોની સારવાર કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી એલોપેથિક દવાઓ તથા સ્ટ્રેસ્થોસ્કોપ મળી કુલ કિ.રૂ.૧૩૩૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોઈ તેના વિરુધ્ધ ઇ.પી.કો કલમ.૪૧૯ તથા ગુજરાત મેડિકલ પ્રેકટીસનર્સ એક્ટ ૧૯૬૩ ની કલમ.૩૦ મુજબનો ગુનો નોધી દાંતા પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે

@@ દાંતા તાલુકામાં બોગસ ડોકટર નો રાફડો @@

હાલમાં દાંતા તાલુકામાં બોગસ ડોકટર નો રાફડો ફાટયો છે અને ગામડે ગામડે ઊંટવૈદ્ય ડોકટરો લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરી કોરોના કાળમાં સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે, પોલીસે હોસ્પિટલ મા દવા રાખતાં ડોકટરો પર કાર્યવાહી કરવી જોઈએ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *