કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આર ટી ઓ ની રહેમ નજર કે પછી આખા રાજ્ય મા કોઈ જાગતુ નથી
સાબરકાંઠા કલેકટર દ્વારા આ નંબર પ્લેટ લખવા અંગે નું રજીસ્ટર નીભાવવા જાહેરાત કરાઈ છે પરંતુ મોટી ગાડી ની નંબર પ્લેટ એક સરખેજ દેખાઈ રહી છે
ખેડબ્રહ્માની તિરુપતિ સોસાયટીમાં એજ્ જ નંબરની બે ટેમ્પો ટ્રાવેલર ગાડીમાં એક સરખા નંબર પ્લેટવાળી ગાડી પડી હૉય જાગૃત નાગરિકે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
ખેડબ્રહ્મામાં મહાકાળી મંદિર પાસે રહેતા મયંકકુમાર હરીપ્રસાદ વૈષ્ણવ ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને ગત તા. 4 એપ્રિલના રોજ સાંજના તીરૂપતી સોસાયટીમાં તેમના મિત્ર હરેશભાઇ વસાવાના ઘરે કામ માટે જતાં હતા ત્યારે તીરૂપતી સોસાયટીની સામે આવેલ લક્ષ્મી સોસાયટીમાં સફેદ કલરની બે ટેમ્પો ટ્રાવેલર ગાડીઓ પડેલી હતી જેમાં એક ગાડીની આગળ પાછળ આર.ટી,ઓ પાસીંગ GJ-09-Z 8816 નંબરની નંબર પ્લેટ લગાડેલ હતી તેમજ બાજુમાં પડેલ બીજી સફેદ ટેમ્પો ટ્રાવેલર ગાડીની આગળ પાછળ પણ ઉપરોકત સરખા નંબર- GJ-09-Z 8816 ની નંબર પ્લેટ લગાડેલ હતી જેથી બન્ને ગાડી પૈકી કોઇ એક ગાડીનો નંબર ડુપ્લીકેટ લાગેલ હોવાનું જણાયેલ જેથી મયંકભાઈએ આ બાબતની વિનયકુમાર જયંતીલાલ મહેતાને જાણ કરેલ અને ઉપરોકત બે ગાડી પૈકી કોઇ એક ગાડી ઉપર ખોટો નંબર લગાવી ખરા નંબર તરીકે ઉપયોગ કરી ગુન્હો કરેલ હોવાનુ જાણતા જાગૃત નાગરીક તરીકે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવતા ખેડબ્રહ્મા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.